દિલ્હી: મથુરા જિલ્લામાં યમુના એક્સપ્રેસ વે પર લાલ રંગની ટ્રોલી બેગમાં લાશ મળી આવી હતી. જે 21 વર્ષની આયુષી યાદવનું હોવાનું સામે આવ્યું હતું. રવિવારે મૃતકની માતા અને ભાઈએ યુવતીની ઓળખ કરી. પોલીસ મુજબ આ ઘટના ઓનર કિલિંગની છે. પિતાએ જ દીકરીને ગોળી મારી હતી અને પછી લાશને સૂટકેશમાં મૂકીને મથુરાના રાયા વિસ્તારમાં ફેંકી આવ્યા. પોલીસે આરોપી પિતાને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી છે.
ADVERTISEMENT
હાઈવો પરથી યુવતીની લાશ મળી હતી
એસ.પી સિટી એમ.પી સિંહે કહ્યું કે, યુવતી 17 નવેમ્બરે સવારે ઘરેથી નીકળી હતી. બીજા દિવસે 18 નવેમ્બરે યમુના એક્સપ્રેસ-વેની સર્વિસ રોડ પર એક ટ્રોલી બેગમાં તેની લોહીથી લથપથતી લાશ મળી હતી. યુવતીના માથા, હાથ અને પગમાં ઈજાના નિશાન હતા અને છાતીમાં ગોળી મારવામાં આવી હતી. મથુરા પોલીસે મૃતકની ઓળખ માટે 8 ટીમો બનાવી હતી. પોલીસની ટીમ યુવતીની ઓળખ કરવા માટે ગુરુગ્રામ, આગરા, અલીગઢ, હાથરસ, નોઈડા અને દિલ્હી સુધી પહોંચી હતી.
માતા-ભાઈએ કરી યુવતીની ઓળખ
પોલીસ મુજબ, સતત તપાસ કરી અને લાવારીશ શબની ઓળખ આયુથી યાદવ તરીકે કરી. જે નિતેશ યાદવની દીકરી હતી. આ બાદ પોલીસ યુવતીના ધરે પહોંચી, જ્યાં તેના માતા અને ભાઈ મળ્યા, જ્યારે પિતા ગાયબ હતા. આ બાદ બંનેને પોસ્ટ મોર્ટમ ગૃહ લઈ જઈને શબની ઓળખ કરાવવામાં આવી. માતાએ પોતાની દીકરી આયુષીની ઓળખ કરી અને કંઈપણ કહેવાથી ઈનકાર કરી દીધો.
પરિવાર દીકરીના ગુમ થવાની ફરિયાદ પણ નહોતી કરી
ચોંકાવનારી બાબત એ છે કે ઘરના લોકોએ દીકરીના ગુમ થવાની પણ ફરિયાદ નહોતી નોંધાવી. આ મામલે પોલીસે શરૂઆતમાં જ ઈનપુટ મળી ગયા હતા કે હત્યા પિતાએ જ કરી છે. હાલમાં આરોપી પિતાની અટકાયત કરીને તેની પૂછપરછ ચાલુ છે. સાથે જ હત્યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર અને લાશને લઈ જવા માટે વપરાયેલી કારને પણ જપ્ત કરી લેવામાં આવી છે.
20 હજાર ફોન અને 210 સીસીટીવી ખંગાળ્યા
યુવતીની ઓળખ માટે સર્વેલન્સ ટીમે લગભગ 20 હજાર મોબાઈલ ફોન ટ્રેસ કર્યા. આ મોબાઈલનું લોકેશન પણ સર્વેલન્સ ટીમે ખંખોળ્યું. આ સાથે જ 210 સીસીટીવી કેમેરા ચેક કર્યા. જે બાદ પોલીસને યુવતીની ઓળખમાં સફળતા મળી. સૂત્રો મુજબ, આયુષી કોઈને કહ્યા વિના ઘરેથી જતી રહી હતી અને બીજા દિવસે ઘરે આવતા જ પિતાએ પોતાનો મિજાજ ગુમાવ્યો અને ગોળી મારીને હત્યા કરી નાખી. આ બાદ રાત્રે મૃતદેહને બેગમાં ભરીને એક્સપ્રેસ-વે પર ફેંકી દીધી.
ADVERTISEMENT