ખેડૂતો 2024 ની ચૂંટણી પહેલા વધારશે સરકારની ચિંતા, ફરી આંદોલનનું રણશિંગુ ફૂંક્યું હજારો લોકો જંતર-મંતર પર તહેનાત

નવી દિલ્હી : નવી દિલ્હીમાં ફરી એકવાર ખેડૂત સંગઠન દિલ્હી તરફ કુચ કરી રહ્યું છે. પાંચ ખેડૂત સંગઠનો આજે સંસદ ભવન તરફ માર્ચ કરશે. આ…

gujarattak
follow google news

નવી દિલ્હી : નવી દિલ્હીમાં ફરી એકવાર ખેડૂત સંગઠન દિલ્હી તરફ કુચ કરી રહ્યું છે. પાંચ ખેડૂત સંગઠનો આજે સંસદ ભવન તરફ માર્ચ કરશે. આ પહેલાં જંતર-મંતર ખાતે અને ત્યાર બાદ તેઓ દિલ્હી બોર્ડર પર ખુબ જ આક્રમક પ્રદર્શન કર્યું હતું. જેના કારણે સરકારને પોતાના ખેડૂત કાયદાઓ પણ પરત લેવાની ફરજ પડી હતી. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે, કેન્દ્ર સરકારે જે વાયદાઓ કર્યાં હતાં તે પૂરા કર્યાં નથી. જાણકારી અનુસાર પંજાબથી આવી રહેલા આ ખેડૂતો દિલ્હીમાં ગુરુદ્વારા બંગલા સાહિબની પાસે ભેગા થશે અને અહીંથી સંસદ ભવન તરફ માર્ચ કરશે.

ફરી એકવાર શરૂ થશે આંદોલન
કેન્દ્ર સરકારે 3 કૃષિ કાયદાઓની સામે 26 નવેમ્બર 2020નાં ખેડૂતોનું આંદોલનનું રણશિગુ ફૂંક્યુ હતું. લગભગ એકવર્ષ સુધી ચાલેલા આંદોલન બાદ આ ત્રણ કાયદાઓને રદ કરી દેવાની સરકારને ફરજ પડી હતી. 19 નવેમ્બર 2021નાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ત્રણેય કાયદાઓને પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ સમગ્ર આંદોલન સમેટાઇ ગયું હતું. પરંતુ ખેડૂત સંગઠનોનું કહેવું છે કે, કેન્દ્ર સરકારે તેમણે કરેલા વાયદાઓને પૂરાં કર્યાં નથી જેથી તેઓ ફરી એકવાર દિલ્હી તરફ કુચ કરી રહ્યા હતા.

ખેડૂતો શું કરી રહ્યા છે માંગ?
– MSP કાયદો બનાવવાની માંગ
– સંગઠનોનો દાવો છે કે, સરકારે MSPની ગેરન્ટી પર કાયદો બનાવવાનું વચન આપ્યું હતું પરંતુ હજી સુધી તે પુર્ણ કર્યું નથી.
– ખેડૂત સંગઠનો ઈચ્છે છે કે સ્વામીનાથન આયોગનાં C2+50% ફોર્મૂલાનાં હિસાબથી MSPની ગેરેન્ટીનો કાયદો બનાવવામાં આવે.
– ખેડૂત સંગઠનોની માંગ છે કે આંદોલન દરમિયાન જે પણ ખેડૂતોની સામે કેસ નોંધવામાં આવ્યાં છે તેને પાછા ખેંચવામાં આવે.

આ પાંચ સંગઠનો છે જોડાયા
– ભારતીય કિસાન ફેડરેશન
– ભારતીય કિસાન યૂનિયન (માનસા)
– ભારતીય કિસાન યૂનિયન (રાજેવાલ)
– આઝાદ કિસાન સંઘર્ષ કમિટી
– કિસાન સંઘર્ષ કમિટી

    follow whatsapp