ઉપલેટામાં ખેડૂતો દિવસે વીજળી લેવા માટે સરકાર સામે લડી લેવાના મૂડમાં, વીજળીની કાઢી નનામી

રાજકોટ: રાજ્યભરમાં  ખેતી પાક માં સિંચાઈ માટે ખેડૂતોને રાત્રિના ઉજાગરા ન કરવા પડે તે માટે સરકારે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરી છે.  પરંતુ હજુ  રાજ્યભરમાં…

gujarattak
follow google news

રાજકોટ: રાજ્યભરમાં  ખેતી પાક માં સિંચાઈ માટે ખેડૂતોને રાત્રિના ઉજાગરા ન કરવા પડે તે માટે સરકારે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરી છે.  પરંતુ હજુ  રાજ્યભરમાં ઘણા ગામોમાં અડધી રાત્રે વીજળી આપવામાં આવી રહી છે. જેના કારણે ખેડૂતોને શિયાળાની હાડ થીજવતી ઠંડીમાં ઉજાગરા કરીને પિયત કરવું પડી રહ્યું છે. ખેડૂતોની મુશ્કેલી જોવા છતાં આંખ આડા કાન કરતી સરકારના કાન આમળવાનું કામ  રાજકોટના ઉપલેટા પંથકમાં ખેડૂતો એ કર્યું છે. ઉપલેટામાં ખેડૂતોએ વીજળીની નનામી કાઢી છે.

રાજ્યભરમાં ઠંડીએ જાણે લોકોને થિજવવાનું નક્કી કર્યું હોય તેમ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યભરમાંથી ખેડૂતો દિવસે વીજળીની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન  રાજકોટ પંથકના ખેડૂતોએ દિવસે મરેલ વીજળીની અંતિમ યાત્રા કાઢીને હતી અને અનોખી રીતે સરકાર સમક્ષ પોતાની માગ કરી છે. દિવસે વીજળી આપવાની આ પંથકના ખેડૂતોને માંગ કરી છે. રાત્રિના મળતી વીજળીને લઈ વિરોધ દર્શાવી સુત્રોચાર પણ કર્યો હતો.

ઠંડીના કારણે ખેડૂતનું મોત
ઉપલેટા પંથકમાં ખેડૂતોને રાત્રીના સમયે વીજળી આપવામાં આવે છે. રાત્રે ખેડૂતો કડકડતી ઠંડીમાં ખેતરમાં કામ કરવા મજબુર થયા છે. દિવસેને દિવસે વધતી ઠંડીને કારણે બીમારીઓ અને બીજી ઘણી સમસ્યાઓની સાથે કાતિલ ઠંડી શરીરને ભારે નુકશાન પહોંચાડે છે.   ત્યારે આજે મોડાસા તાલુકાના ટીંટોઈ ગામના લવજીભાઈ વિરસંગભાઈ પટેલ નામના ખેડૂત ગુરુવારે રાત્રે ખેતરમાં પાણી વાળવા ગયા હતા ત્યારે ઠંડીના કારણે ઠુંઠવાઇ જતા ખેતરમાં જ થીજી જતા પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. ઘઉંના પાકને પિયત કરવા ગયેલ ખેડૂત સવારે ઘરે પરત ન ફરતા પરિવારજનો ખેતરમાં તપાસ કરતા લવજીભાઈ પટેલ મૃત હાલતમાં મળી આવતા પરિવારજનો ચોકી ઉઠ્યા હતા.

આ પણ વાંચો: ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી મેદાને, અપનાવ્યો ઉપવાસનો માર્ગ

રાત્રે પિયત કરતા ઝેરી જીવજંતુ કરડવાનો ભય
રાત્રે ખેતરમાં પિયત કરતી વખતે ઝેરી જીવજંતુ કરડવા નો ભય સતાવે છે. શિયાળા ની ઠંડી માં ઊભા પાકમાં ખેતરોમાં રાત્રે પિયત કરવામાં ખૂબ મુશ્કેલી પડે છે ખેડૂતોને રાહત રહે તે માટે રાત્રિના બદલે દિવસે વીજળી આપવી જોઈએ.ખેડૂતો જે અનાજ થકી આપણને જીવતદાન આપે છે એ જગતના તાતના જીવ સાથે સરકાર કેમ ચેડા કરે છે તેવા પણ સવાલો ઉઠી રહ્યાં છે.

વિથ ઈનપુટ: નિલેશ શિશાંગિયા, રાજકોટ
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp