બગસરમાં ખેડૂતોના PGVCL કચેરી ખાતે ધારણા: સરકાર પર કર્યા સવાલ કહ્યું, ચુંટણી પર 10 કલાક લાઇટ તો અત્યારે કેમ નહીં?

અમરેલી:  એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરી રહી છે. ત્યારે બીજી તરફ ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે. આ દરમિયાન અમરેલી…

gujarattak
follow google news

અમરેલી:  એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરી રહી છે. ત્યારે બીજી તરફ ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે. આ દરમિયાન અમરેલી જિલ્લાના ખેડૂતો વીજળી મામલે  PGVCL કચેરી ખાતે   હલ્લાબોલ કર્યું છે. બગસરાના ખેડૂતોએ PGVCL કચેરી ખાતે સૂત્રોચાર કર્યા અને સરકાર સામે સવાલો કરતાં કહ્યું કે, વિધાનસભાની ચૂંટણી દરમ્યાન 10 કલાક વીજળી તો અત્યારે કેમ નહિ.

વિધાનસભાની ચૂંટણી પર ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. આ દરમિયાન ભાજપે અનેક વાયદા કર્યા છે. જે આગામી 5 વર્ષ સુધી જનતા વાયદા પૂર્ણ કરવાની રહે રહેશે અથવાતો સરકાર સામે સવાલો કરશે. આ દરમિયાન અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ખેડૂતોની ધીરજ ખૂટી છે. અને બગસરા PGVCL કચેરી ખાતે ખેડૂતોએ  હલ્લાબોલ કર્યું છે.  આ સાથે સરકાર પર સવાલો કરતાં કહ્યું કે, વિધાનસભાની ચૂંટણી દરમ્યાન 10 કલાક વીજળી તો અત્યારે કેમ નહિ . અને જય જવાન જય કિસાન, હમારી માંગ પૂરી કરોના સૂત્રોચાર સાથે ખેડૂતોએ  ધરણા શરૂ કર્યા છે.

રાત્રે પિયત કરતા ઝેરી જીવજંતુ કરડવાનો ભય
રાત્રે ખેતરમાં પિયત કરતી વખતે ઝેરી જીવજંતુ કરડવા નો ભય સતાવે છે. શિયાળા ની ઠંડી માં ઊભા પાકમાં ખેતરોમાં રાત્રે પિયત કરવામાં ખૂબ મુશ્કેલી પડે છે ખેડૂતોને રાહત રહે તે માટે રાત્રિના બદલે દિવસે વીજળી આપવા માંગ કરી છે.  ત્યારે આ મામલે વીજળી દિવસે મળે તે માટે ઉપરી અધિકારીને જાણ કરવા તથા વહેલી તકે પ્રશ્નનું નિરાકરણ આવે તેવી PGVCL તંત્રની ખાત્રી આપી છે.

આ પણ વાંચો: જો જો તમારી ચોખાની બોરીમાં ન હોય દારુની બોટલો…! રાજ્યમાં દારુ ઘૂસાડવાનો નવો કિમીયો

ખેડૂતો માણસ નથી? 
આ મામલે ખેડૂતે જણાવ્યું કે, રાતના લાઇટ આપે છે પરંતુ જનાવરનો ડર રહે છે આમરે રાત્રિના લાઇટ નથી જોઈતી અમારે દિવસના લાઇટ જોઈએ છે.  જ્યારે ચુંટણી હતી તે સમયે અમને 10 કલાક લાઇટ આપવામાં આવી હતી. ત્યારે ખેડૂતો ત્યાં કહેવા નહોતા ગયા. તો અત્યારે કેમ નહીં. બધાને ઠંડી લાગે તો ખેડૂતોને ઠંડી નથી લાગતી? જો કોઈ નિરાકરણ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

વિથ ઈનપુટ: હિરેન રવૈયા, અમરેલી

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp