લીલા સોનાની ખેતી કરીને ખેડૂતો કરે છે કરોડોની કમાણી, કોઇ જાળવણી વગર ખેતીમાં પુષ્કળ ફાયદો

નવી દિલ્હી : ખુબ જ ઓછા ખર્ચે જબરજસ્ત નફાના કારણે ખેડૂતો વચ્ચે વાંસની ખેતી ખુબ જ ઝડપથી લોકપ્રિય થઇ રહી છે. સારા વળતરના કારણે તેને…

gujarattak
follow google news

નવી દિલ્હી : ખુબ જ ઓછા ખર્ચે જબરજસ્ત નફાના કારણે ખેડૂતો વચ્ચે વાંસની ખેતી ખુબ જ ઝડપથી લોકપ્રિય થઇ રહી છે. સારા વળતરના કારણે તેને ખેતીનું લીલુ સોનું પણ કહેવામાં આવે છે. મધ્યપ્રદેશના નીમચના રહેવાસી કમલાશંકર વિશ્વકર્માએ હવે પોતાની તકદીર બદલી રહ્યા છે. કમલાશંકરે પોતાના ખેતરમાં 1100 વાંસના વાસના ઝડવા રોપ્યા હતા. તેને 2 વર્ષ થઇ ગયા છે. ત્રીજા વર્ષે કાપણી શરૂ થઇ જશે. તેઓ આશા વ્યક્ત કરી રહ્યા છે કે, કાપણી શરૂ થતાની સાથે જ તેમને લાખો રૂપિયાનો ફાયદો થશે.

સુકી જમીનને પણ વાંસની ખેતીથી યોગ્ય બનાવી શકે છે. આ કોઇ પણ મોસમમાં ખરાબ નથી થતી. વાંસની એકવાર ખેતી કરીને અનેક વર્ષો સુધી તેની ઉપજ લઇ શકાય છે. મધ્યપ્રદેશના નીમચ જિલ્લાના ભાટખેડી ગામના કમલાશંકર વિશ્વકર્માના અનુસાર ખેતી ખેડૂતોની આવક વધારવા માટે વર્ષ 2020-21 માં આ યોજનાનો લાભ લીધો.
ખેડૂતો વાંસની સાથે સાથે અશ્વગંધા, શતાવરીની પણ ખેતી કરી રહ્યા છે. તેઓ પોતાના ખેતમાં લગભગ 30 થી 40 પ્રકારની ઔષધીય વનસ્પતીને પ્રાકૃતિક રીતે સંરક્ષીત કરી રહ્યા છે. ઉપરાંત ત્રીજા વર્ષે વાંસનો પાક બન્યા બાદ બામ્બુ ફર્નિચર અને હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગને સ્થાપિત કરવાનું આયોજન કરી રહ્યા છે.

વાંસ તે કેટલાક ઉત્પાદનો પૈકીનું એક છે જેની નિરંતર માંગ રહે છે. કાગળ નિર્માતાઓ ઉપરાંત વાસનો ઉપયોગ કાર્બનિક કપડા બનાવવા માટે પણ કરવામાં આવે છે. જે કપાસની તુલનાએ વધારે ટકાઉ હોય છે. જો કે વાંસની ખેતી અત્યંત ઠંડી જગ્યાઓમાં નથી થઇ શકતી. જેના કારણે ગરમ આબોહવાની જરૂર હોય છે. જો કે 15 ડિગ્રીથી નીચેનું વાતાવરણ વાંસ માટે પુરતુ નથી. ખેતીથી ખેડૂત આરામથી લાખો રૂપિયાના વાર્ષિક કમાણી કરી શકે છે.

    follow whatsapp