દેશના ખ્યાતનામ જ્યોતિષનો દાવો: અદાણીની મુશ્કેલીઓમાં ખુબ વધારો થશે

અમદાવાદ : જ્યોતિષ એક શાસ્ત્ર છે અને તેના આધારે અનેક પ્રિડિક્શન કરવામાં આવતા હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ અનેક પ્રકારના પેટા પ્રકારો છે. આવો જ…

gujarattak
follow google news

અમદાવાદ : જ્યોતિષ એક શાસ્ત્ર છે અને તેના આધારે અનેક પ્રિડિક્શન કરવામાં આવતા હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ અનેક પ્રકારના પેટા પ્રકારો છે. આવો જ એક પ્રકાર છે નમ્બરોલોજી. જ્યોતિષ શાસ્ત્રના ખ્યાતનામ બેજાન દારૂવાલા સેલેબ્રિટી જ્યોતિષ હતા. જો કે તેમનું અવસાન થયું. જો કે તેઓ જે પ્રકારે જ્યોતિષ શાસ્ત્રમાં ખ્યાતનામ હતા તે જ પ્રકારે નમ્બરોલોજીમાં ગૌતમ આઝાદ એક ખુબ જ ખ્યાતનામ છે.

ભવિષ્યવાણી જોવા માટે ક્લિક કરો…

દેશના ખ્યાતનામ નમ્બરોલોજીસ્ટ ગૌતમ આઝાદ
ખ્યાતનામ નમ્બરોલોજીસ્ટ ગૌતમ આઝાદે હાલમાં ચાલી રહેલા ઘટનાક્રમના આધારે ગૌતમ અદાણીનું ભવિષ્ય ભાખ્યું હતું. ગૌતમ અદાણીનો જન્મ 24-06-1962 ના દિવસે થયો છે. જેથી તેમની જન્મતારીખનો સરવાળો (2+4=6) થાય છે. તેઓ દેશના સૌથી સંપત્તીવાન વ્યક્તિ પણ 60 (6) ની ઉમરે બન્યા હતા. તેઓએ સંપત્તી બાબતે મુકેશ અંબાણીને પછાડ્યા હતા. તેઓ પોતે પણ 6 નંબરનો જ ટેગ ધરાવે છે.

ગૌતમ અદાણી આર્થિક બાદ કાયદાકીય રીતે પણ ફસાઇ શકે છે
જો કે હાલમાં તેમને સમય સારો નથી ચાલી રહ્યો. ગૌતમ અદાણી અંગે તેમણે ભવિષ્યવાણી કરતા જણાવ્યું કે, તેઓનો હાલમાં અશુભ સમય ચાલી રહ્યો છે. તેઓ હજી પણ આર્થિક અને કાયદાકીય સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આગામી સમયમાં તેમને હજી પણ સહન કરવું પડી શકે છે. તેમને આર્થિક ઉપરાંત હવેના સમયમાં કાયદાકીય ગુંચવાડાનો પણ સામનો કરવો પડી શકે છે.

    follow whatsapp