લખનઉ : ઉત્તરપ્રદેશમાં એસડીએમ જ્યોતિ મોર્ય અને તેના પતિ આલોક મોર્યની વચ્ચે શરૂ થયેલા વિવાદની કહાની સોશિયલ મીડિયા પર છવાયેલી છે. આલોકનું કહેવું છે કે, જ્યોતિએ પતિ-પત્નીના સંબંધમાં બેવફાઇ કરી છે. તેમનો આરોપ છે કે, ઉચ્ચ પદ પર ગયા બાદ જ્યોતિએ સાઇડ કરી લીધી. મીડિયા સાથે એક વ્હોટ્સએપ ચેટ શેર કરતા આલોકે જ્યોતિના એક બીજા અધિકારીની સાથે અફેર થવાનો આરોપ લગાવ્યો છે. ચેટમાં જ્યોતિ અને તેક બીજા અધિકારી વચ્ચે વાતચીત જોઇ શકાય છે. ત્યાર બાદથી લોકો આલોક પ્રત્યે સહાનુભુતિ દેખાડી રહ્યા છે. બીજી તરફ જ્યોતિ પર બેવફાઇનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
જો કે એસડીએમ જ્યોતિ મોર્ય અને તેમના પતિ આલોકની વચ્ચેનો વિવાદ હવે કોર્ટ પહોંચી ચુક્યો છે. જો કે બંન્ને વચ્ચે ચાલી રહેલા વિવાદની અસર એવી થઇ છે કે, અનેક પતિ પોતાની પત્નીને હવે અધિકારી નથી બનાવવા માંગતા. જેના કારણે એવા સમાચારો સામે આવ્યા છે કે, પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારીઓ કરી રહેલી પત્નીઓનો અભ્યાસ અંગે તેમના પતિઓએ વિરામ લગાવી દીધો છે. હાલનો મામલો બક્સરનો છે. જ્યાં પિંટૂ નામના એક વ્યક્તિએ પોતાની પત્નીનું કોચિંગ છોડાવી દીધું છે અને તેને પરત બોલાવી લીધી છે. પત્નીએ અનેકવાર કહ્યું કે, તે જ્યોતિ મોર્ય નહી બને તેવું કહ્યું તેમ છતા હવે તેનો પતિ માનવા માટે તૈયાર નથી.
જો કે India Today સાથેની ખાસ વાતચિતમાં જ્યોતિએ કહ્યું કે, હું બસ એટલું જ કહીશ કે આ મારો અંગત મામલો છે. મારે તેને પબ્લિક અથવા સોશિયલ મીડિયા પર લાવવા નથી માંગતો. હું કાયદેસર રીતે તલાક માટે અરજી કરી દીધી છે. કોર્ટમાં મામલો ચાલી રહ્યો છે અને મારુ સ્ટેન્ડ બસ એટલું જ છે. બીજી તરફ આ સમગ્ર મામલા બાદ સામાજિક અસર અન્ય બે લોકોના સંબંધમાં અવિશ્વાસ થવાની વાત અંગે જ્યોતિએ કહ્યું કે હું આ પદ પર છું, તેના કારણે જ્યાં પણ જરૂર પડશે હું મહિલાઓ માટેબોલુ છું અને કામ કરુ છું.
જ્યોતિએ કહ્યું કે, સરકારી અધિકારી હોવાના કારણે હું અપીલ કરીશ કે મહિલાઓને પણ આગળ વધવાનો અધિકાર છે. તેમને ભણવા દેવી જોઇએ. તેનો કોઇ સવાલ જ નથી કે તેમને ભણવા દેવામાં આવશે કે નહી. આ તેમનો સંવૈધાનિક અધિકાર પણ છે. બરાબરીનો હક છે. બિલકુલ અભ્યાસ કરશે અને આગળ પણ વધશે. તેમણે મહિલાઓ માટે આગળ કહ્યું કે, જો મહિલાઓ કંઇ કરવા માંગે છે, તો તેઓને કરવા દેવી જોઇએ. તેમનો અધિકાર છે. બેશક કરશે.
અફેરના આરોપ અંગે જ્યોતિએ શું કહ્યું?
જ્યોતિએ અફેરના આરોપ અંગે પુછવામાં આવતા તેમણે કહ્યું કે, આ મારો અંગત મામલો છે. કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તેમણે 2010 બાદથી આલોક દ્વારા સહયોગ નહી કરવામાં આવવા અંગેના સવાલ પર કહ્યું કે, મે એવું તો ક્યારે પણ કહ્યું નથી. આ પતિ પત્ની વચ્ચેનો મામલો છે. આમ તો આલોકનું આ બધુ કહેવા પહેલા જ મામલો કોર્ટમાં છે. જે આલોક કહી રહ્યા છે તેને કહેવા દો. મારે કાંઇ કહેવું કે જણાવવું નથી.
વાયરલ વીડિયો અંગે જ્યોતિએ શું કહ્યું?
તેમને પુછવામાં આવ્યું કે, જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરાયા છે તે અંગે હું સોશિયલી કંઇ પણ કહેવા નથી માંગતી. જો તમારે ન્યાય જોઇતો હોય કે કંઇ પણ કરવું હોય તો તે માટે અલગથી સંસ્થાઓ બનેલી છે. ન્યાયીક સંસ્થાઓ છે પોલીસ છે તેની પાસે જવું જોઇએ. સામાજિક રીતે આ વાતો ઉછાળવાનો કોઇ અર્થ નથી.
શું છે સમગ્ર મામલો?
જ્યોતિ અને તેમના પતિ આલોકે એક બીજા ગંભીર આરોપ લગાવ્યા છે. પતિ આલોક એક સફાઇ કર્મચારી છે. તેમનું કહેવું છે કે, તેમણે મહેનત કરવા પોતાની પત્નીને ભણાવી ગણાવીને SDM બન્યા બાદ તેની સાથે ધોખેબાજી કરી હતી. આલોકે કહ્યું કે, જ્યોતિનો કોઇ અન્ય મર્દની સાથે અફેર ચાલી રહ્યો છે. બીજી તરફ જ્યોતિએ પતિ પર દહેજ અને ઉત્પીડનનો આરોપ પણ લગાવ્યો છે. દંપત્તિના બે જુડવા બાળકીઓ પણ છે.
ADVERTISEMENT