નવી દિલ્હી : પેરિસ જવા માટે ઉડેલી એક ફ્લાઇટની આઇજીઆઇ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. આ ફ્લાઇટમાં આશરે 218 લોકો બેઠેલા હતા. ઇમરજન્સી મુદ્દે દિલ્હીની હોસ્પિટલ, ફાયર વિભાગ અને તમામ સુરક્ષા એજન્સીઓને માહિતી આપી દેવામાં આવી છે. ઇમરજન્સી લેન્ડિંગ માટે આઇજીઆઇ એરપોર્ટના એક આખા હિસ્સાને બંધ કરી દેવાયો છે. જો કે હાલ તે સ્પષ્ટ નથી કે ઇમરજન્સી લેન્ડિંગનું કારણ શું છે.
ADVERTISEMENT
- BREAKING: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ Sonia Gandhiને હોસ્પિટલમાં એડમિટ, Rahul Gandhi સાંજે મળવા પહોંચશે
મળતી માહિતી અનુસાર વિમાનમાં ફ્લેપ ઇશ્યુ આવ્યો હતો. જેના કારણે ફ્લાઇટને તત્કાલ લેન્ડ કરી દેવામાં આવી. કોઇ પણ વિમાન માટે ફ્લેપ એક ખુબ જ મહત્વનો હિસ્સો હોય છે. જેના દ્વારા લેન્ડિંગ એરસ્પીડને કંટ્રોલ કરવામાં આવે છે. જો તેમાં ટેક્નીકલ ખરાબી આવે તો લેન્ડિંગ એરસ્પીડ વધારે થઇ જાય છે. હવે એર ઇન્ડિયાના વિમાનમાં ફ્લેપના કારણે શું સમસ્યા પેદા થઇ તે અંગે હજી સુધી માહિતી સામે આવી નથી.
આ પહેલીવાર નથી જ્યારે કોઇ વિમાનનું આ પ્રકારે ઇમરજન્સી લેન્ડિંગ થયું હોય. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા હૈદરાબાદથી દુબઇ જઇ રહેલી એર ઇન્ડિયા A320 વિમાનમાં પણ ટેક્નીકલ ફોલ્ટ સર્જાતા મુંબઇ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ફ્લાઇટ નંબર AI 951 ના હાઇડ્રોલિંક સિસ્ટમમાં ગડબડના કારણે વિમાનને તત્કાલ ડાયવર્ટ કરી દેવાયું હતું. આ દરમિયાન વિમાનમાં 143 યાત્રીઓ સવાર હતા.
18 નવેમ્બરે ઇન્ડિગોની એક ફ્લાઇટને ટેક્નિકલ ફોલ્ટના કારણે કોલકાતા એરપોર્ટ પર લેન્ડ કરાવવામાં આવીહ તી. મળતી માહિતી અનુસાર ઇન્ડિગોની ફ્લાઇટ 156 યાત્રીઓને લઇને 10ચ05 મિનિટે કોલકાતા એરપોર્ટથી મુંબઇ માટે ઉડ્યન કરી રહી હતી. ફ્લાઇટ ઉડતાની સાથે જ તેમાં ટેક્નીકલ ખામીની માહિતી મળી હતી.
ADVERTISEMENT