નવી દિલ્હી : આ ફ્લાઈટ આસામના ડિબ્રુગઢ જઈ રહી હતી. વિમાનમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી રામેશ્વર તેલી અને ભાજપના બે ધારાસભ્યો પ્રશાંત ફુકન અને તેરાશ ગોવાલા સહિત 150 થી વધુ મુસાફરો હતા. વિમાનને સફળતાપૂર્વક લેન્ડ કરવામાં આવ્યું હતું. તમામ મુસાફરો સુરક્ષિત છે. ઈન્ડિગોની ફ્લાઈટમાં ત્યારે હોબાળો મચી ગયો. જ્યારે પાઈલટે વિમાનના એન્જિનમાં ખામી હોવાની જાહેરાત કરી. આ પછી ફ્લાઈટને ગુવાહાટીમાં ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ તરફ ડાયવર્ટ કરાઇ હતી. અને ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
આ ફ્લાઈટ આસામના ડિબ્રુગઢ જઈ રહી હતી. વિમાનમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી રામેશ્વર તેલી અને ભાજપના બે ધારાસભ્યો પ્રશાંત ફુકન અને તેરાશ ગોવાલા સહિત 150 થી વધુ મુસાફરો હતા. ફ્લાઈટને સફળતાપૂર્વક લેન્ડ કરવામાં આવી હતી અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. લેન્ડિંગ પછી તરત જ, એરપોર્ટ પ્રશાસન એરક્રાફ્ટની તપાસમાં જોડાઈ ગયું છે. વિમાનના પાયલોટે વિમાનના એન્જિનમાં ખામી હોવાની જાહેરાત કર્યા પછી ડિબ્રુગઢ જતી ઈન્ડિગો ફ્લાઈટને ગુવાહાટીના લોકપ્રિયા ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ તરફ ડાયવર્ટ કરાઇ હતી.
ફલાઇટમાં 150 થી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. જેમાં કેન્દ્રીય પેટ્રોલિયમ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ સમાચાર એજન્સીને જણાવ્યું કે, હું ભાજપના ધારાસભ્ય પ્રશાંત ફુકન અને તેરાશ ગોવાલા સાથે ઈન્ડિગો ફ્લાઈટમાં હતા. ગુવાહાટી એરપોર્ટ પર ડાયવર્ટ થતા પહેલા ફ્લાઇટ 15 થી 20 મિનિટ સુધી હવામાં રહી હતી. જો કે આ પ્લેનને પાયલોટે સુજબુજથી સફળતા પુર્વક લેન્ડ કરી હતી. હાલ અમે બધા સુરક્ષિત છીએ.કોઇ પણ પ્રકારની કોઇને ઇજા પહોંચી નથી.
ADVERTISEMENT