જયપુર : એર ઇન્ડિયા વિમાનને સોમવારે એક યાત્રીના મોબાઇલ ફોનમાં ચાર્જરની ખરાબીને કારણે ઇમરજન્સી લેન્ડ કરાવવું પડ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, ઉદયપુરથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટ AI 470 માં આશરે એક કલાક મોડી પડી હતી. ત્યાર બાદ દિલ્હી માટે રવાના થઇ હતી. એરલાઇન અધિકારીએ કહ્યું કે, એક યાત્રીએ પોતાનો મોબાઇલ વધારે ગરમ થવાની ફરિયાદ કરી હતી. જે મુદ્દે તેને કેબિન ક્રૂને એલર્ટ કરી દીધા. તેવામાં યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તત્કાલ ઇમરજન્સી લેન્ડ કરાવ્યું હતું.
ADVERTISEMENT
ઉદયપુર હવાઇ મથકના એક અધિકારીએ દાવો કર્યો કે, વિમાનમાંથી ધુમાડો નિકળતો જોઇ શકાયો હતો. ત્યાર બાદ તેને પરત ઇમરજન્સી લેન્ડ કરાવ્યું હતું. કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, એક યાત્રીની પાવર બેંકમાં કોઇ સમસ્યા હતી. જેના કારણે તેનો મોબાઇલ ફોન ખુબ જ ગરમ થઇ ગયો હતો. એવામાં આ મામલા અંગે હજી સુધી કોઇ અધિકારીક માહિતી નથી મળી નથી. કારણ જે પણ હોય પરંતુ રાહતની વાત છે કે, ફ્લાઇટમાં કોઇ પ્રકારના જાન માલનું નુકસાન નથી થયું.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ દુબઇ જનારી એર ઇન્ડિયા એક્સપ્રેસની એક ફ્લાઇટ ટેક્નીકલ ખરાબીના કારણે મંગલુરૂ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પરથી ઉડી શકી નહોતી. તેને બીજા દિવસે બપોરે રવાના કરવામાં આવી હતી. હવાઇમથકના સુત્રો અનુસાર એક અન્ય વિમાનની વ્યવસ્થા થયા બાદ બપોરે આ ઉડ્યન દુબઇ માટે રવાના થઇ હતી. આ વિમાન રાત્રે 11.15 વાગ્યે ઉડવાનું હતું. વિમાનમાં કુલ 161 યાત્રી આખી રાત એરપોર્ટ પર ફસાયેલા રહ્યા હતા. જેના કારણે તેમને ઘણી પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.
ADVERTISEMENT