નવી દિલ્હીઃ Twitter એ કેટલાય ભારતીય એકાઉન્ટ્સ પર તાબડતોબ એક્શન લીધા છે. કંપનીએ અંદાજે 50 હજાર ટ્વિટર એકાઉન્ટ્સને સસ્પેંડ કરી દીધા છે. આ તમામ ભારતીય એકાઉન્ટ્સ હતા.Elon Musk કંપનીના માલિક બન્યા બાદ કંપનીએ અંદાજે 2 હજાર એકાઉન્ટ પર આંતકવાદ ફેલાવવાના આરોપ લગાવી બેન કર્યા છે.
ADVERTISEMENT
Elon Musk માઈક્રો બ્લોગિંગ સાઈટ Twitterના નવા માલિક બની ગયા છે. હવે ટ્વિટરમાં અનેક બદલાવો કરવામાં આવી રહ્યાં છે. હંમેશાની જેમ આ વખતે પણ કંપનીએ ભારતમાં પોતાનો મંથલી રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં એકાઉન્ટ્સ 26 ઓગસ્ટથી 25 સપ્ટેમ્બર વચ્ચે બંધ કરવામાં આવ્યા છે.આ તમામ એકાઉન્ટ્સ પર યૌન-શોષણ, અસહમતિથી નગ્નતા અને સંબંધ સામગ્રીને પ્રોત્સાહન પુરુ પાડતા હોવાના આરોપથી બંધ કરવામાં આવ્યા છે. Elon Muskના આવ્યા બાદ ટ્વિટરે 1982 એકાઉન્ટ્સને આતંકવાદ ફેલાવવાના આરોપથી બંધ કર્યા હતા.
ટ્વિટરે પોતાના મંથલી કંપ્લાયંસ રિપોર્ટમાં જણાવ્યું છે કે,કંપનીને ભારતીય યુઝર્સ તરફથી જ 157 ફરિયાદો મળી હતી. વધુમાં કંપનીએ જણાવ્યું કે ગ્રીવાંસ મિકેનીઝમ હેઠળ મળેલી ફરિયાદોમાં 129 URLપર કાર્યવાહી કરવામાં આવી છે. આ રિપોર્ટ નવા આઈટી રુલ 2021 હેઠળ જાહેર કરવામાં આવતા હોય છે.
ટ્વિટરે એમ પણ જણાવ્યું કે,43 ગ્રીવાંસ પ્રોસેસ કરવા માટે મળ્યા હતા. એ એકાઉન્ટ પર સસ્પેંશનની માગ કરી રહ્યાં છે.કંપનીએ જણાવ્યું હતુ કે, આ તમામના પ્રશ્નો અત્યારે સોલ્વ કરી દેવામાં આવ્યા છે. એના સિવાય જરુરી રિસ્પોંસ પણ યુઝર્સને આપવામાં આવ્યો છે.
આપને જણાવી દઈએ કે વોટ્સએપ પર પણ આ જ રુલના કારણે લાખો એકાઉન્ટ્સને ભઆરતમાં સસ્પેંડ કરવામાં આવે છે. આઈટી રુલ 2021 અનુસાર મોટા તો ગ્રીવાંસ ઓફિસર રાખવા ફરજિયાત હોય છે. અને દર મહિને કંપ્લાયંસ રિપોર્ટ તૈયાર કરવો પડે છે. મસ્ક અને ટ્વિટરની ડીલ પૂરી થઈ ગઈ છે. હવે ટ્વિટરના માલિક બની ચૂક્યા છે એલોન મસ્ક, ત્યારે તેમાંથી પૈસા કમાવવાના નવા-નવા ઉપાયો શોધી રહ્યાં છે મસ્ક. નવા રિપોર્ટ પ્રમાણે, ટ્વિટર પર બ્લુ ટીક માટે યુઝર્સે 700 રુપિયા સુધીનો ખર્ચ કરવો પડી શકે છે.
ADVERTISEMENT