Elon Musk ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર)એ પોતાનો મંથલી કંપ્લાઈન્સ (Monthly Compliance) રિપોર્ટ શેર કર્યો. આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે એક્સ પ્લેટફોર્મે ભારતમાં 2.13 લાખ એકાઉન્ટ્સને બંધ કરી દીધા છે. આ એકાઉન્ટ્સને કંપનીની પોલિસી (નીતિઓ)ના ઉલ્લંઘનને કારણે બંધ કરી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
2.13 લાખ એકાઉન્ટ્સને કર્યા બંધ
એક્સ પ્લેટફોર્મે 26 ફેબ્રુઆરીથી 25 માર્ચ 2024ની વચ્ચે 2.13 લાખ એકાઉન્ટ્સને બંધ કરી દીધા છે. આ એકાઉન્ટ્સ પર આ એક્શન એટલા માટે લેવામાં આવ્યું છે કારણ કે તેઓ કપનીની પોલિસીની વિરુદ્ધ પોસ્ટ કરી રહ્યા હતા. તેમાંથી કેટલાક અશ્લીલતા ફેલાવી રહ્યા હતા અને કેટલાક આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતા.
આ કારણે લેવાયું એક્શન
રિપોર્ટ અનુસાર, એક્સ પ્લેટફોર્મે કુલ 2,12,627 એકાઉન્ટ્સ પર એક્શન લીધું છે. આ એક્સ એકાઉન્ટ્સ ગેરકાયદેસર અને નુકસાનકારક કન્ટેન્ટમાં સામેલ હતા. આ સિવાય 1235 એક્સ એકાઉન્ટ એવા પણ મળી આવ્યા છે, જેઓ ભારતમાં આતંકવાદને પ્રત્સાહન આપવાનું કામ કરી રહ્યા હતા.
અશ્લીલતા સંબંધિત કરી રહ્યા હતા પોસ્ટ
કંપનીએ રિપોર્ટમાં કહ્યું કે એક્સ પ્લેટફોર્મ ચાઈલ્ડ સેક્સ્યુઅલ કન્ટેન્ટને નજરઅંદાજ નથી કરતું. તે પછી કોઈપણ મીડિયા ફોર્મેટમાં હોય, ભલે તે પછી ટેક્સ્ટ હોય, ઈલ્યૂટ્રેશન અથવા કમ્પ્યુટર જનરેટેડ ફાઈલ હોય.
નજર અંદાજ નહીં કરે ઉલ્લંઘન
ખરેખર, ઈન્ટરનેટની દુનિયામાં ઘણા લોકો આ આઝાદીનો ખોટો ફાયદો ઉઠાવે છે. આવી સ્થિતિમાં તેઓે તેમની મનમરજી મુજબ પોસ્ટ કરે છે. પ્લેફોર્મ આ પ્રકારની ગતિવિધિઓને નજર અંદાજ નથી કરતું અને તે આવા એકાઉન્ટ્સને બંધ કરી દે છે. આ કોઈ પહેલીવાર નથી, જ્યારે એક્સ પ્લેટફોર્મે એકાઉન્ટ્સ પર એક્શન લીધું છે.
દર મહિને જાહેર કરે છે રિપોર્ટ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દર મહિને તેનો કંપ્લાન્સ રિપોર્ટ જાહેર કરે છે. આ રિપોર્ટમાં યુઝર્સની સુરક્ષા માટે ઉઠાવવામાં આવેલા પગલાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે. સાથે જ કંપની તે એકાઉન્ટની સંખ્યા પણ જણાવે છે, જેના વિરુદ્ધમાં એક્શન લેવામાં આવે છે.
ADVERTISEMENT