નવી દિલ્હી : ફ્રાન્સના વડાપ્રધાન એલિઝાબેથ બોર્ને ઈમિગ્રેશન મુદ્દે રાજકીય તણાવને કારણે રાજીનામું આપ્યું હતું.ઈમિગ્રેશનના મુદ્દે રાજકીય તણાવને કારણે ફ્રાન્સના વડાપ્રધાન એલિઝાબેથ બોર્ને સોમવારે (8 જાન્યુઆરી) તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમને વડાપ્રધાન બન્યાને બે વર્ષથી ઓછો સમય થયો હતો.
ADVERTISEMENT
તેમનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે એવા અહેવાલો છે કે, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આ વર્ષના અંતમાં યોજાનારી યુરોપિયન ચૂંટણીઓ પહેલા તેમની ટોચની ટીમમાં ફેરબદલ કરી શકે છે. એક નિવેદનમાં રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું કે, એલિઝાબેથ બોર્ને તેમના કાર્યકાળ દરમિયાન હિંમત, પ્રતિબદ્ધતા અને નિશ્ચય દર્શાવ્યો હતો. તેમના સ્થાને કોને પીએમ બનાવવામાં આવશે તે અંગે હજી સુધી કોઇ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.
ADVERTISEMENT