'આજે રાત્રે તમારા ઘરની વીજળી કપાઈ જશે', ફેક મેસેજ પર સરકારનો મોટો નિર્ણય

Gujarat Tak

19 Jun 2024 (अपडेटेड: Jun 20 2024 1:28 PM)

ભારતમાં કૌભાંડોની સતત વધી રહ્યા છે. સરકાર પણ તેને રોકવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. ઉનાળો આવતાની સાથે જ વીજળી કપાઈ જવાની ચિંતા છે.

Electricity KYC update scam

છેતરપિંડી

follow google news

Electricity KYC update scam : ભારતમાં કૌભાંડોની સતત વધી રહ્યા છે. સરકાર પણ તેને રોકવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. ઉનાળો આવતાની સાથે જ વીજળી કપાઈ જવાની ચિંતા છે. સ્કેમર્સ પણ તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે. Electricity KYC update નામનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. જેણે સૌને ચોંકાવી દીધા છે.

હાલમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, 'પ્રિય ગ્રાહક, તમારી વીજળી રાત્રે 9.30 વાગ્યે કાપવામાં આવશે.' આ મેસેજથી લોકોમાં ચિંતા અને ભયનો માહોલ છે. આ મામલે વીજળી વિભાગ અને સંબંધિત અધિકારીઓએ કહ્યું કે સરકારે આ ફેક મેસેજની સત્યતાની તપાસ કરી અને જાણવા મળ્યું કે આ મેસેજ સંપૂર્ણપણે ખોટો છે. અધિકારીઓએ કહ્યું કે 'આ મેસેજ માત્ર લોકોમાં ગભરાટ ફેલાવવા માટે હતો.'

392 મોબાઈલ ફોન બ્લોક કરવાના આદેશ

ભારતમાં ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) એ 392 મોબાઈલ ફોન બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો છે. આ મોબાઈલ ફોનનો ઉપયોગ વીજળી KYC અપડેટ કૌભાંડમાં કરવામાં આવતો હતો.

Electricity KYC update scam કેવી રીતે કામ કરે છે?

કેટલાક છેતરપિંડી કરનારાઓ વીજ કંપનીના અધિકારી તરીકે પોતાને બતાવી રહ્યા છે અને લોકોને SMS અને વોટ્સએપ દ્વારા મેસેજ મોકલી રહ્યા છે. આ નકલી સંદેશાઓ લોકોને તેમની KYC માહિતી અપડેટ કરવાનું કહે છે, નહીં તો વીજળી ડિસ્કનેક્ટ થઈ જશે. આ સંદેશાઓમાં ઘણીવાર એવી લિંક્સ હોય છે કે જેને ક્લિક કરવામાં આવે તો તમને નુકસાન થઈ શકે છે અથવા તમને તમારી અંગત માહિતી માટે પૂછવામાં આવે છે. છેતરપિંડી કરનારાઓ પછી પૈસા કમાવવા માટે આ માહિતીનો ઉપયોગ કરે છે.

ચક્ષુ પોર્ટલ (Chakshu portal) ની મદદથી કાર્યવાહી કરાઈ

'ચક્ષુ' એપ આ છેતરપિંડી કરનારાઓને પકડવામાં સરકાર માટે ઘણી મદદગાર સાબિત થઈ છે. આ એક સરકારી એપ છે જેના પર લોકો કોઈપણ શંકાસ્પદ ફોન કોલ અથવા મેસેજ અંગે ફરિયાદ નોંધાવી શકે છે. હાલમાં લોકોએ 'ચક્ષુ' એપ પર વીજળી KYC અપડેટ કૌભાંડ સંબંધિત ઘણી ફરિયાદો નોંધાવી હતી. આ ફરિયાદોની નોંધ લેતા સરકારે 'ચક્ષુ' એપ પર જ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. આ AI સિસ્ટમે તપાસ કરી અને 392 મોબાઈલ ફોન અને 31,740 થી વધુ મોબાઈલ નંબરની ઓળખ કરી જે આ કૌભાંડમાં સામેલ હતા. ત્યારબાદ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ ટેલિકોમ કંપનીઓને દેશભરમાં આ મોબાઈલ નંબર અને ફોનને બ્લોક કરવાનો આદેશ આપ્યો.

    follow whatsapp