Electoral Bonds Issue: રાજનીતિક દળોને ફંડ આપવા માટે બનાવાયેલી ઇલેક્ટોરલ બોન્ડ વ્યવસ્થાને પડકાર પર સુનાવણી કરતા પહેલા એટોર્ની નજરલ આર.વેંકટરમનીએ (R Venkataramani) સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પોતાનો જવાબ દાખલ કર્યો છે. કેન્દ્ર સરકારના સૌથી મોટા વકીલે કહ્યું કે, કોઇ રાજનીતિક દળને મળનારા ફંડની માહિતી મેળવવી નાગરિકોનો મૌલિક અધિકાર નથી. માટે ઇલેક્ટોરલ બોન્ડની વ્યવસ્થાને તેમ કહીને ફગાવી ન શકાય કે તેણે અપાયેલા ફંડની માહિતી લોકોને નથી મળી શકતી.
ADVERTISEMENT
ફંડની માહિતી મેળવવાનો અધિકાર નથી
ચીફ જસ્ટિસ ડી.વાઇ ચંદ્રચુડની અધ્યક્ષતા વાળી 5 જજોની સંવીધાન પીઠ મંગળવાર, 31 ઓક્ટોબરથી સુનાવણી શરૂ કરશે. સુપ્રીમ કોર્ટે એટોર્ની જનરલને આ મામલે પોતાનું મંતવ્ય આપવા માટે જણાવ્યું હતું. એટોર્ની નજરલે કહ્યું કે, રાજનીતિક દળોને ફંડ આપવા માટે બનાવાયેલી વ્યવસ્થા એક નીતિગત વિષય છે. સુપ્રીમ કોર્ટ કોઇ કાયદામાં ત્યારે જ દખલ કરે છે, જ્યારે તે નાગરિકોના મૌલિક અથવા કાયદેસરના અધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યો હોય. આ મામલે એવું ન કહી શકાય. ઉલટા સંવિધાનના અનુચ્છે 19 (1) (C) હેઠળ સંગઠન બનાવવા અને તેને ચલાવવું એક મૌલિક અધિકાર છે, જેના હેઠળ રાજનીતિક દળોને પણ અધિકાર પ્રાપ્ત છે.
વેંકટરમનીએ કહ્યું કે, ચૂંટણી હલફનામા દ્વારા ઉમેદવાર પોતાના ગુનાહિત રેકોર્ડની માહિતી વોટરને આપે છે. તેનો આદેશ સુપ્રીમ કોર્ટે 2003 ના પીપલ્સ યૂનિયન ફોર સિવિલ લિબર્ટી વિરુદ્ધ ભારત સરકાર ચુકાદામાં આપ્યો હતો. આ રાજનીતિક ફંડની માહિતીને કોઇ અધિકાર હાલ લોકોને નથી. જો કોર્ટ કોઇ અધિકારને નવેસરથી પરિભાષિત પણ કરે છે તો તેનો આધાર પર હાલમાં હોય તેવા કાયદાને રદ્દ ન કરી શકાય.
ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર સામસામે
અગાઉ ચૂંટણી પંચે પણ આ મામલે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. ચૂંટણી પંચે કહ્યું હતું કે ઈલેક્ટોરલ બોન્ડ સિસ્ટમમાં કોઈ પારદર્શિતા નથી. આનાથી કાળું નાણું વધવાની શક્યતા છે. વિદેશી કંપનીઓ પાસેથી ડોનેશન લેવાની છૂટને કારણે સરકારની નીતિઓ પર વિદેશી કંપનીઓના પ્રભાવની શક્યતા રહેશે. જોકે, સરકારે દાવો કર્યો છે કે ચૂંટણી બોન્ડથી રાજકીય દાનની પ્રક્રિયામાં પારદર્શિતા આવી છે.
શું છે ઇલેક્ટોરલ બોન્ડ?
2017 માં, કેન્દ્ર સરકારે રાજકીય દાનની પ્રક્રિયાને સ્વચ્છ બનાવવાના નામે ચૂંટણી બોન્ડ કાયદો ઘડ્યો હતો. આ અંતર્ગત દરેક ત્રિમાસિક ગાળાના પ્રથમ 10 દિવસમાં સ્ટેટ બેંકની પસંદગીની શાખાઓમાંથી બોન્ડ ખરીદવાની અને તેને રાજકીય પક્ષને દાન કરવાની જોગવાઈ છે. એવું કહેવામાં આવ્યું હતું કે આનાથી રોકડમાં મળતા દાનમાં ઘટાડો થશે. બેંક પાસે બોન્ડ ખરીદનાર ગ્રાહક વિશે સંપૂર્ણ માહિતી હશે. તેનાથી પારદર્શિતા વધશે.
શું છે અરજી?
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર) અને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ)એ કહ્યું છે કે આ સિસ્ટમમાં કોઈ પારદર્શિતા નથી. બેંકમાંથી બોન્ડ કોણે ખરીદ્યા અને કઈ પાર્ટીને આપ્યા તે ગુપ્ત રાખવાની જોગવાઈ છે. ચૂંટણી પંચને પણ આ માહિતી આપવામાં આવી નથી. તેનો અર્થ એ છે કે, જો સરકાર પાસેથી લાભ લેતી કંપની બોન્ડ દ્વારા શાસક પક્ષને દાન આપે છે, તો કોઈને તેની જાણ થશે નહીં. તેનાથી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળશે. એટલું જ નહીં વિદેશી કંપનીઓને પણ બોન્ડ ખરીદવાની છૂટ આપવામાં આવી છે. જ્યારે અગાઉ વિદેશી કંપનીઓ પાસેથી ડોનેશન લેવા પર પ્રતિબંધ હતો.
એડીઆરએ એમ પણ કહ્યું છે કે વિવિધ ઓડિટ અહેવાલો અને પક્ષો દ્વારા આવકવેરા વિભાગને આપવામાં આવેલી માહિતીમાંથી, એવું બહાર આવ્યું છે કે ભાજપને લગભગ 95 ટકા દાન ચૂંટણી બોન્ડ દ્વારા પ્રાપ્ત થયું છે. તે સ્પષ્ટ છે કે આ વાસ્તવમાં શાસક પક્ષને ફાયદો પહોંચાડવાનું માધ્યમ બની ગયું છે. લોકસભાની ચૂંટણી વખતે પણ આ વધુ થવાની શક્યતા છે. તેથી, કોર્ટે બોન્ડ દ્વારા દાન પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ.
ADVERTISEMENT