'24 કલાકની અંદર ચૂંટણી બોન્ડની જાણકારી આપો', સુપ્રીમ કોર્ટે SBIની દલીલ ન સાંભળી

Electoral Bond: સુપ્રીમ કોર્ટે 12 માર્ચ સુધીમાં ચૂંટણી બોન્ડની જાણકારી ઈલેક્શન કમિશનને આપવા માટે આદેશ કર્યો છે. અને ચૂંટણી કમિશનને 15 માર્ચ સુધીમાં આ ડેટા વેબસાઈટ પર મૂકવા માટે કહેવાયું છે. 

electoral bond

electoral bond

follow google news

Electoral Bond: ઈલેક્ટોરલ બોન્ડ એટલે કે રાજકીય પક્ષોને અપાતા ચૂંટણી ડોનેશનની માહિતી આપવાના મુદ્દે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. SBIએ ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત વિગતો આપવા માટે સુપ્રીમ કોર્ટ પાસે 30 જૂન સુધીનો સમયગાળો માંગ્યો છે. સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે 12 માર્ચ સુધીમાં ચૂંટણી બોન્ડની જાણકારી ઈલેક્શન કમિશનને આપવા માટે આદેશ કર્યો છે. અને ચૂંટણી કમિશનને 15 માર્ચ સુધીમાં આ ડેટા વેબસાઈટ પર મૂકવા માટે કહેવાયું છે. 15 ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોને ડોનેશન આપવા અંગે ચૂંટણી બોન્ડની સિસ્ટમને ગેરબંધારણીય ગણાવીને તેના પર પ્રતિબંધ મૂક્યો હતો.

SBIને 6 માર્ચ સુધીમાં માહિતી આપવાનો આદેશ હતો

દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ જજોની બંધારણીય બેંચ આ અરજી પર સુનાવણી કરી રહી છે. આ સાથે દેશની સર્વોચ્ચ અદાલતે SBIને 6 માર્ચ સુધીમાં કોણે કઈ પાર્ટીને કેટલું દાન આપ્યું તેની માહિતી ચૂંટણી પંચને આપવાનો આદેશ આપ્યો હતો, પરંતુ 6 માર્ચ પહેલા જ SBI એક અરજી લઈને સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી, જેમાં દાન સંબંધિત માહિતી આપવા માટે 30 જૂન સુધીનો સમય માંગ્યો છે.

આ પણ વાંચો: Gujarat Board Exam: આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓએ આ નંબર સેવ કરી લેવા જરૂરી

SBIએ માહિતી આપવામાં મોડું થવા પાછળ શું કારણ આપ્યું?

કોર્ટે પૂછ્યું કે છેલ્લા 26 દિવસમાં SBIએ શું કર્યું? તમારી અરજી માટે આનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એ જણાવવાનું હતું કે, કોર્ટના આદેશ બાદ SBI એ ડેટા આપવા માટે શું કર્યું? એડવોકેટ હરિશ સાલ્વેએ બેંક વતી કહ્યું કે, ઓછામાં ઓછા ત્રણ મહિના જોઈએ. અમે કોઈ ભૂલ ન કરી શકીએ, નહીં તો લોકો અમારી વિરુદ્ધ કેસ કરશે. બોન્ડ કોણે ખરીદ્યા તેની માહિતી આપી શકાય છે, પરંતુ નામની સાથે બોન્ડ નંબર આપવા માટે સમયની જરૂર છે. કામ ચાલી રહ્યું છે. અમારી સમસ્યા એ છે કે અમારી પાસે સંપૂર્ણ માહિતી છે, પરંતુ તમામ નામ ભૌતિક રીતે અલગ રાખવામાં આવ્યા છે, જ્યારે બોન્ડ નંબર અને કયા રાજકીય પક્ષને બોન્ડ આપવામાં આવ્યા હતા તે અલગ છે. આ બેંકની સમસ્યા છે. કેન્દ્ર સરકારના નિયમો મુજબ બેંકો બોન્ડ ખરીદનારાઓ અને નંબરો વિશેની માહિતી કોઈપણ ઓથોરિટીને આપી શકતી નથી.

SCનો આદેશ માહિતી આપવામાં વાંધો શું છે?

CJIએ કહ્યું કે, તમામ માહિતી મુંબઈની સેન્ટ્રલ મેઈન બ્રાન્ચને મોકલવામાં આવે છે, તો પછી ECIને આપવામાં શું વાંધો છે? તમામ નામ સીલબંધ કવરમાં મુંબઈમાં એસબીઆઈની મુખ્ય શાખામાં મોકલવામાં આવે છે, તમે તમારી અરજીમાં આ લખ્યું છે. સાલ્વેએ કહ્યું કે, અમારે આખી પ્રક્રિયા ઉલટાવવી પડશે. આવી સ્થિતિમાં, ચૂંટણી બોન્ડ લેનારાઓના નામ અને નંબર આપવા માટે સમયની જરૂર છે. આ એક સીક્રેટ હતું અને હવે તે ECIને આપવું પડશે. 

આ પણ વાંચો: ડભોઈમાં જૂથ અથડામણઃ લાકડી-પાઈપો લઈને એકબીજા પર તૂટી પડ્યા, 12 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ

સુપ્રીમ કોર્ટ ADRની અરજી પર પણ સુનાવણી કરશે

SBIનું કહેવું છે કે તમામ માહિતી મેળવવામાં સમય લાગશે, પરંતુ SBIની આ માંગને પડકારવા માટે એક NGO એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે ADRએ પણ અરજી દાખલ કરી હતી. એડીઆરએ પોતાની અરજીમાં કોર્ટના આદેશની અવમાનનાની વાત કરી છે. આજે SBIની અરજીની સાથે સુપ્રીમ કોર્ટ ADRની અરજી પર પણ સુનાવણી કરશે.

બેંકની અરજીથી નિર્ણય નબળો પડશે - કપિલ સિબ્બલ

ADRએ પિટિશનમાં કહ્યું કે, SBIની 30 જૂન સુધી લંબાવવાની માંગ આ પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલો ઉભા કરે છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ જારી કરનારી SBI બેંકને 6 માર્ચ સુધી 12 એપ્રિલ, 2019 થી 15 ફેબ્રુઆરી, 2024 સુધી પક્ષકારો માટે ખરીદેલા 22 હજાર 217 ઈલેક્ટોરલ બોન્ડ વિશે માહિતી આપવા જણાવ્યું છે. રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલ, જેઓ ચૂંટણી બોન્ડ યોજના સામે સુપ્રીમ કોર્ટના કેસમાં અરજદારો વતી દલીલોનું નેતૃત્વ કરી રહ્યા છે, તેમણે એસબીઆઈના આધારને નિરાધાર ગણાવ્યા છે. તેમનું કહેવું છે કે બેંકની અરજી સ્વીકારવાથી બંધારણીય બેંચનો નિર્ણય નબળો પડશે.

    follow whatsapp