ચૂંટણી પંચે તેલંગાણાના DGP ને કર્યા સસ્પેન્ડ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સાથેની મુલાકાત ભારે પડી?

ECI Action On DGP Anjani Kumar: ચૂંટણી પંચે તેલંગાણાના પોલીસ મહાનિર્દેશક અંજની કુમારને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. તેઓ તેલંગાણા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રેવન્ત રેડ્ડીને…

Election Commision

Election Commision

follow google news

ECI Action On DGP Anjani Kumar: ચૂંટણી પંચે તેલંગાણાના પોલીસ મહાનિર્દેશક અંજની કુમારને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. તેઓ તેલંગાણા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રેવન્ત રેડ્ડીને મળ્યા હતા.

Telangana DGP Anjani Kumar Suspended: ચૂંટણી પંચે તેલંગાણાના પોલીસ મહાનિર્દેશક (DGP) અંજની કુમારને આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને રવિવારે (3 ડિસેમ્બર) આ માહિતી આપી હતી.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, તેલંગાણાના ડીજીપી રાજ્ય પોલીસના નોડલ અધિકારી સંજય જૈન અને નોડલ (ખર્ચ) અધિકારી મહેશ ભાગવત સાથે વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રેવંત રેડ્ડીને હૈદરાબાદમાં તેમના નિવાસસ્થાને મળ્યા હતા. ડીજીપીએ તેમને પુષ્પગુચ્છ પણ અર્પણ કર્યું હતું.

#WATCH | Telangana DGP Anjani Kumar and other Police officials meet state Congress president Revanth Reddy at his residence in Hyderabad.

The party is leading on 65 of the total 119 seats in the state, ruling BRS is leading on 38 seats. pic.twitter.com/m6A9llRzgO

— ANI (@ANI) December 3, 2023

રેવન્ત રેડ્ડી સાથે ડીજીપીની બેઠક બાદ ચૂંટણી પંચની કાર્યવાહી

વિધાનસભા ચૂંટણીની ચાલી રહેલી મતગણતરી વચ્ચે ડીજીપીની આ બેઠક બાદ ચૂંટણી પંચની કાર્યવાહી સામે આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણી માટે રવિવારે (3 ડિસેમ્બર)જાહેર થયેલી મત ગણતરીમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં પરાજયનો સામનો કરી રહેલી કોંગ્રેસને તેલંગાણામાં મોટી રાહત મળી છે. તેલંગાણામાં કોંગ્રેસ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે તેવું લાગી રહ્યું છે.

તેલંગાણામાં કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહી છે

તેલંગાણામાં સાંજે 6 વાગ્યાની આસપાસ મત ગણતરીમાં કોંગ્રેસ 29 બેઠકો જીતી હતી અને 35 બેઠકો પર આગળ ચાલી રહી હતી. પાર્ટીના સમર્થકો વિજયની સંભાવનાને લઈને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષને અભિનંદન આપી રહ્યા છે. દરમિયાન ડીજીપીની રેવન્ત રેડ્ડી સાથેની મુલાકાત ચર્ચામાં આવી હતી.

તેલંગાણાના પરિણામોમાં આ વખતે BRSને ઝટકો લાગ્યો છે. સમાચાર અપડેટ થયા ત્યાં સુધી, BRS 17 બેઠકો જીતી ચૂક્યું હતું અને 22 બેઠકો પર આગળ હતું.

    follow whatsapp