નવી દિલ્હી : ઓનલાઇન સટ્ટેબાજી એપ મહાદેવ ગેમિંગ-બેટિંગ કેસમાં બોલીવુડની અનેક ખ્યાતનામ હસ્તીઓ લપેટાવા લાગી છે. અત્યાર સુધી તો રણબીર કપુર સાથે આ કેસમાં પુછપરછનો મામલો સામે આવ્યો હતો. હવે હુમા કુરૈશી, કપિલ શર્મા અને હિના ખાનનું નામ પણ સામે આવ્યું છે.
ADVERTISEMENT
ઓનલાઇન સટ્ટેબાજના કાર્યક્રમમાં અનેક બોલિવુડ સ્ટાર્સ લપેટાયા
ઓનલાઇન સટ્ટેબાજી એપ મહાદેવ ગેમિંગ બેટિંગ એપ કેસમાં બોલિવુડના જાણીતા સિતારાઓનાં નામ સામે આવી રહ્યા છે. અત્યાર સુધી તો રણબીર કપૂરે આ કેસમાં પુછપછ થવાની હતી. હવે અમે હુમા કુરૈશી, કપિલ શર્મા અને હિના ખાનનું નામ પણ તેના કારણે સામે આવી રહ્યું છે. મહાદેવ બેટિંગ એપ કેસમાં આ ત્રણ સેલેબ્રિટીની પણ ઇડી પુછપરછ કરશે.
રણબીરની પુછપરછ મામલે નવું અપડેટ
અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણેય દુબઇમાં થયેલી આલીશાન પાર્ટીમાં પર્ફોમ કરવા પહોંચ્યા હતા. કેટલાક સેલેબ્રિટીએ આ એપને એન્ડોર્સ કર્યું હતું. જેના કારણે ઇડીના રડાર પર આવી ગયા છે. આ એપ લોકોને ગેમિંગ માટે પ્રોત્સાહિત કરે છે. તેમાં રણબીર કપુરનું નામ સામે આવી રહ્યું છે. તે ઉપરાંત રણબીર કપુરના મામલે નવું અપડેટ આવ્યું છે. એક્ટરે ઇડી પાસે બે અઠવાડીયાનો સમય માંગ્યો હતો, પરંતુ એજન્સીએ અત્યાર સુધી આવું નથી કર્યું કે એક્ટરને તે સમય આપશે કે નહી.
અનેક સ્ટાર્સ ઇડીની રડાર પર છે ગમે ત્યારે તેડું આવી શકે છે
ઇડીની રડાર પર આ ચાર સેલેબ્રિટી ઉપરાંત આતિફ અસલમ, રાહત ફતેહ અલી ખાન, અલી અસગર, વિશાલ દદલાની, ટાઇગર શ્રોફ, નેહા કક્કડ, ભારતી સિંહ, અલી અવરામ, સની લિયોની, ભાગ્યશ્રી, પુલકિત સમ્રાટ, કીર્તિ ખરબંદા, નુસરત ભરૂચા અને કૃષ્ણા અભિષેક પણ છે.
શું છે સમગ્ર મામલો?
એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરના લગ્ન ફેબ્રુઆરીમાં સંયુક્ત અરબ અમીરાતમાં થઇ હતી. લગ્નમાં 200 કરોડ કરતા વધારેનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ આલીશાન લગ્નનો વીડિયો ભારતીય એજન્સીઓને મળ્યો હતો. લગ્નમાં પર્ફોમ કરવા માટે જેટલા પણ સેલેબ્રિટી આમંત્રિત કરવામાં આવ્યા હતા, તમામ ઇડીની રડાર પર આવી ગયા છે. ઇડીએ આ અંગે ડિજિટલ પુરાવા એકત્ર કર્યા છે. થોડા દિવસો પહેલા ઇડીએ મુંબઇ, ભોપાલ, કોલકાતાના તે હવાલા ઓપરેટરને ત્યાં દરોડા પાડ્યા, જેમણે આ ઇવેન્ટ માટે રકમ મુંબઇની ઇવેન્ટ ફર્મને મોકલી તી. અહીંથી સિંગર નેહા કક્કડ, સુખવિંદરસિંહ, અભિનેતા ભારતી સિંહ અને ભાગ્યશ્રીને પર્ફોમ કરવા માટે પેમેન્ટ કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT