Breking News: કેજરીવાલની પુછપરછ સાથે ઘરમાં શોધખોળ, ગમે તે ઘડી ED કરી શકે છે ધરપકડ

Arvind Kejriwal: EDની ટીમ ગુરુવારે સાંજે સીએમ કેજરીવાલના ઘરે પહોંચી હતી. એસીપી રેન્કના ઘણા અધિકારીઓ સીએમ આવાસ પર પહોંચ્યા છે. 6 થી 8 અધિકારીઓ સીએમ કેજરીવાલના ઘરે પહોંચ્યા છે. કેજરીવાલના ઘરમાં સર્ચ ચલાવાઇ રહ્યું હોવાનું પણ પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે. તો કેટલાક સુત્રોનો દાવો છે કે આ અધિકારીઓ અહીં સમન્સ પાઠવવા આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ED એ પહેલા જ સીએમ કેજરીવાલને 9 સમન્સ પાઠવ્યા છે. સીએમ કેજરીવાલને ગુરુવારે 10મું સમન્સ આપવામાં આવ્યું છે.

arvind kejriwal

કેજરીવાલની પુછપરછ સાથે ઘરમાં શોધખોળ

follow google news

Arvind Kejriwal: EDની ટીમ ગુરુવારે સાંજે સીએમ કેજરીવાલના ઘરે પહોંચી હતી. એસીપી રેન્કના ઘણા અધિકારીઓ સીએમ આવાસ પર પહોંચ્યા છે. 6 થી 8 અધિકારીઓ સીએમ કેજરીવાલના ઘરે પહોંચ્યા છે. કેજરીવાલના ઘરમાં સર્ચ ચલાવાઇ રહ્યું હોવાનું પણ પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે. તો કેટલાક સુત્રોનો દાવો છે કે આ અધિકારીઓ અહીં સમન્સ પાઠવવા આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ED એ પહેલા જ સીએમ કેજરીવાલને 9 સમન્સ પાઠવ્યા છે. સીએમ કેજરીવાલને ગુરુવારે 10મું સમન્સ આપવામાં આવ્યું છે.

ED ની ટીમ ગુરુવારે સાંજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી. સીએમ કેજરીવાલ સતત દારૂ કૌભાંડ મામલે બચવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ ઇડી તેમને સમન્સ પર સમન્સ મોકલી રહી છે. આખરે સમગ્ર મામલોકોર્ટમાં પહોંચ્યો હતો. થોડા સમય પહેલા જ દિલ્હી હાઈકોર્ટે આ મામલે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે, સીએમ કેજરીવાલ ધરપકડથી મુક્ત નથી.

શું આટલી મોટી ટીમ માત્ર સમન્સ આપવા આવી?

આ પછી ED ની ટીમ સાંજે સીએમ કેજરીવાલના ઘરે પહોંચી હતી. એસીપી રેન્કના ઘણા અધિકારીઓ સીએમ આવાસ પર પહોંચ્યા છે. 6 થી 8 અધિકારીઓ સીએમ કેજરીવાલના ઘરે પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે. તેઓ અહીં સમન્સ પાઠવવા આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, EDએ પહેલા સીએમ કેજરીવાલને 9 સમન્સ પાઠવ્યા છે. સીએમ કેજરીવાલને ગુરુવારે 10મું સમન્સ આપવામાં આવ્યું છે.

ગુરુવારે કોર્ટમાં શું થયું?

સીએમ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. આ પહેલા ગુરુવારે કોર્ટે કહ્યું હતું કે, મુખ્યમંત્રી કેજરીવાલ ધરપકડથી મુક્ત નથી. ED ના સમન્સ પર, કેજરીવાલ પૂછપરછ માટે હાજર નહોતા રહેતા. તેમણે કોર્ટ પાસે ખાતરી માંગી હતી કે જો તેઓ પૂછપરછ માટે જશે તો તેમની ધરપકડ કરવામાં ન આવે તેવી બાંહેધરી આપવામાં આવે. જેના જવાબમાં કોર્ટે કહ્યું કે, કેજરીવાલે સમન્સના જવાબમાં ED સમક્ષ હાજર થવું પડશે, તેમની ધરપકડ પર કોઈ સ્ટે નથી.

ED સમન્સના કેસમાં દિલ્હી હાઈકોર્ટે ED પાસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પુરાવા માંગ્યા હતા. આ પછી EDના અધિકારીઓ પુરાવા સાથે જજની ચેમ્બરમાં પહોંચ્યા. માનવામાં આવી રહ્યું હતું કે પુરાવા જોયા બાદ જજ આજે જ આ કેસમાં મોટો નિર્ણય લઈ શકે છે. ગુરુવારે સાંજે, કોર્ટે આ મામલે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી અને સીએમ કેજરીવાલને રાહત આપી ન હતી. હાલ મળી રહેલા સમાચારો અનુસાર અરવિંદ કેજરીવાલના ઘરે ઇડી દ્વારા સર્ચ ઓપરેન ચલાવાઇ રહ્યું છે. દિલ્હી હાઇકોર્ટના આજના વલણને જોતા કાલે ચુકાદો આપે તે પહેલા જ ઇડી કેજરીવાલની ધરપકડ પણ કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જે પ્રકારે પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવ્યો છે તેને જોતા ગમે તે ઘડીએ ધરપકડ થાય તેવી શક્યતાઓ છે. મોટા પ્રમાણમાં પોલીસ દળ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓનો પણ ખડકલો કરી દેવામાં આવ્યો છે. જેને જોતા ગમે તે ઘડીએ કેજરીવાલની ધરપકડ થઇ શકે તેવી શક્યતા સુત્રો વ્યક્ કરી રહ્યા છે.
 

    follow whatsapp