Money Laundering Case: હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ભૂપેન્દ્રસિંહ હુડ્ડાની દિલ્હી ખાતે આવેલી ઓફિસ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ પહોંચી છે. તપાસ એજન્સીની ટીમ જમીનના સોદાના કેસ (land deal case)માં ભૂપેન્દ્રસિંહ હુડ્ડાની પૂછપરછ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, પહેલા જ CBI ખેડૂતોની જમીન ગેરકાયદેસર રીતે વેચવાના આરોપમાં FIR નોંધી ચૂકી છે.
ભપેન્દ્રસિંહની પૂછપરછ ચાલું
તપાસ એજન્સી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ નવી દિલ્હી ખાતે આવેલી તેમની ઓફિસમાં ભૂપેન્દ્રસિંહ હુડ્ડાની પૂછપરછ કરી રહી છે. આ મામલે સીબીઆઈએ 2004-07 દરમિયાન જમીન સંપાદનમાં કથિત અનિયમિતતાને લઈને કેસ નોંધ્યો હતો.
1500 કરોડની છેતરપિંડીનો કેસ
તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, ઘણા ખેડૂતો અને જમીન માલિકોએ આરોપ લગાવ્યો હતો કે આ જમીન સંપાદન મામલે તેમની સાથે 1,500 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.
સ્પેશિયલ કોર્ટમાં હાજર થઈ ચૂક્યા છે હુડ્ડા
વર્ષ 2019માં ભૂપેન્ર સિંહ હુડ્ડા પંચકુલામાં ખાતે આવેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની સ્પેશિયલ કોર્ટમાં પણ હાજર થઈ ચૂક્યા છે. એજેએલ પ્લોટ ફાળવણી અને માનેસર જમીન કૌભાંડ કેસમાં ભૂપેન્દ્રસિંહ હુડ્ડા સ્પેશિયલ કોર્ટમાં હાજર થયા હતા. હુડ્ડા પર AJLને સસ્તામાં જમીન વેચી દેવાનો આરોપ છે.