Earthquake In Delhi: દિલ્હી-NCR, પંજાબ સહિત જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આ આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા. ભૂકંપ આવતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ઓફિસમાં કામ કરતા લોકો પણ પોતાનું કામ પડતું મુકીને બિલ્ડિંગમાંથી બહાર નીકળી ગયા હતા.
રિક્ટર સ્કેલ પર નોંધાઈ 6.2ની તીવ્રતા
નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.2ની નોંધાઈ છે. જ્યારે ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર નોંધાયું છે. હાલમાં ક્યાંયથી જાનમાલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. દિલ્હી-NCR સહિત જમ્મુ-કાશ્મીરના પૂછ વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
પાકિસ્તાનમાં પણ અનુભવાયા આંચકા
ભૂકંપના આ આંચકા માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ અનુભવાયા હતા. ભૂકંપના આંચકાથી પાકિસ્તાનના લાહોર, ઈસ્લામાબાદ, કરાંચી સહિતના શહેરોમાં પણ ધરતી ધ્રૂજી હતી.
ભૂકંપ આવે તો શું કરવું ?
જ્યારે ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું. ઘરમાં પડેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવું જેથી વાગવાની શક્યતા ન રહે. બહાર નીકળવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવું. ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
ADVERTISEMENT
ADVERTISEMENT