નવી દિલ્હી : પૂર્વોત્તરના રાજ્ય અસમ અને મેઘાલય સહિત દેશના 4 રાજ્યોમાં ભૂકંપના ઝટકાઓ અનુભવાયા છે. મળતી માહિતી અનુસાર પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં પણ સોમવારે સાંજે ધરતી ખળભળી ઉઠી હતી.
ADVERTISEMENT
પૂર્વોત્તર રાજ્ય અસમ અને મેઘાલય સહિત દેશના 4 રાજ્યોમાં ભૂકંપના ઝટકાઓ અનુભવાયા હતા. મળતી માહિતી અનુસાર પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં પણ સોમવારે સાંજે ધરતી હલી હતી. મેઘાલયમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 નોધાઇ છે. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના અુસાર મેઘાલયમાં સાંજે 6.15 વાગ્યે ભૂકંપના ઝટકાઓ અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.2 માપવામાં આવી હતી.
બીજી તરફ નોર્થ બંગાળના કેટલાક હિસ્સાઓમાં પણ ભૂકંપના ઝટકાઓ અનુભવાયા હતા. મળતી માહિતી અનુસાર સિલીગુડી અને કુચબિહારમાં ભૂકંપ આવ્યો છે. સોમવારે ગાંધી જયંતીની રજા હોવાના કરણે લોકો સાંજે ઘરે સમય વિતાવી રહ્યા હતા. જો કે ભૂકંપના કારણે લોકોમાં અફડા તફડી મચી ગઇ હતી. લોકોના ઘરોમાંથી બહાર સુરક્ષીત સ્થળો તરફ ભાગ્યા હતા. જો કે શરૂઆતી માહિતી અનુસાર કોઇ પણ પ્રકારના જાનમાલના નુકસાનના સમાચાર હજી સુધી પ્રાપ્ત નથી થયા.
ADVERTISEMENT