Japan Earthquake : જાપાનમાં ફરી એકવાર જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. GFZ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સે જણાવ્યું હતું કે મંગળવારે જાપાનના હોન્શુના પશ્ચિમ કિનારે રિક્ટર સ્કેલ પર 6ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો હતો. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. જાપાનમાં નવા વર્ષના પહેલા દિવસે એટલે કે સોમવારે 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પછી અહીં સુનામી આવી.
ADVERTISEMENT
જાપાનમાં નવા વર્ષના પહેલા દિવસે પણ ભૂંકપ આવ્યો હતો
ભૂકંપ બાદ જાપાનના વાજીમા શહેરમાં સુનામી આવી હતી, જેના કારણે લગભગ 3 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. જોકે, સરકારે કહ્યું છે કે તે ટૂંક સમયમાં એડવાઈઝરી જારી કરશે. રિપોર્ટ્સ અનુસાર, જાપાનમાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે. જોકે, સરકારે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી. ભૂકંપના કારણે વજીમામાં એક ઈમારત ધરાશાયી થઈ હતી.
જેના કાટમાળ નીચે છ લોકો દટાયા છે. આ સાથે અહીંના 35 હજાર ઘરોમાં વીજળી નથી. જાપાનના ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર, આ ભૂકંપ ઈશિકાવા પ્રાંતના અનામિઝુ શહેરમાં આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ પૃથ્વીથી 10 કિમી દૂર નીચે જમીનમાં હતું. આ ભૂકંપના આંચકા ભારતીય સમય અનુસાર બપોરે 12:40 વાગ્યે અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં કુલ 155થી વધુ આફ્ટરશોક્સ આવી ચૂક્યા છે.
ADVERTISEMENT