નવી દિલ્હી: અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ જિલ્લામાં આજે સવારે 6.34 વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એનસીએસ અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 હતી. ભૂકંપને પગલે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. બીજી તરફ લોકોમાં બહેનો માહોલ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
અરુણાચલ પ્રદેશમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે 6.34 વાગ્યે પશ્ચિમ કામેંગ જિલ્લામાં ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 માપવામાં આવી હતી અને તે 33 કિમીની ઊંડાઈએ એપી સેન્ટર નોંધાયું હતું. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે કોઈ જાનહાની કે જાનહાનિના અહેવાલ નથી. પશ્ચિમ કામેંગ જિલ્લાના આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
અમે સતત અપડેટ કરી રહ્યા છીએ..
એક તરફ ભૂકંપને પગલે લોકોમાં બહેનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે બીજી તરફ ભૂકંપને લઈ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. રવિવાર પર આરામ કરી રહેલા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ત્યારે લોકોમાં ભૂકંપને લઈ ફફડાટ જોવા મળ્યો હતો. સતત આવી રહેલા ભૂકંપના આંચકાને લઈ તંત્ર અને લોકો સતર્ક બન્યા છે.
ADVERTISEMENT