નવી દિલ્હી : રશિયાના રાષ્ટ્રપતિ પુતિને શુક્રવારે પીએમ મોદી સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન પુતિને પીએમ મોદીને વર્તમાન પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. તેમણે કહ્યું કે યુક્રેન કોઈપણ પ્રકારની સમજૂતી માટે રાજકીય અને રાજદ્વારી પગલાં લેવાનો ઈન્કાર કરી રહ્યું છે. આ દરમિયાન મોદીએ ‘સંવાદ’ અને ‘કુટનીતિ’ની તેમની નીતિ પર ભાર મૂક્યો હતો. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે યુક્રેન યુદ્ધ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વાતચીત થઈ હતી.
ADVERTISEMENT
પીએમ મોદીએ શાંતિ અને વ્યવસ્થા જાળવવા અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે રશિયાના નેતૃત્વમાં લેવાયેલા પગલાંને સમર્થન આપ્યું હતું. આ વાતચીત દરમિયાન પુતિને પીએમ મોદીને રશિયાની વર્તમાન સ્થિતિ અને નવીનતમ ઘટનાક્રમ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે યુક્રેન કોઈપણ પ્રકારની સમજૂતી માટે રાજકીય અને રાજદ્વારી પગલાં લેવાનો ઈન્કાર કરી રહ્યું છે. આ દરમિયાન મોદીએ ‘સંવાદ’ અને ‘કુટનીતિ’ની તેમની નીતિ પર ભાર મૂક્યો હતો. વેગનરના વિદ્રોહ પર પણ ચર્ચા થઈ હતી બંને નેતાઓ વચ્ચેની વાતચીત દરમિયાન પીએમ મોદીએ 24 જૂને રશિયામાં વેગનર આર્મીના બળવા અને તખ્તાપલટના પ્રયાસને લઈને રાષ્ટ્રપતિ પુતિનનું સમર્થન કર્યું હતું. તેમણે રશિયામાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા અને સ્થિરતા સુનિશ્ચિત કરવા પુતિનના નેતૃત્વમાં લેવાયેલા પગલાંને પણ સમર્થન આપ્યું હતું.
બંને વિશ્વ નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે દ્વિપક્ષીય સહયોગના મુદ્દા પર ભાર મૂક્યો હતો. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) અને G-20 પર પણ ચર્ચા થઈ હતી. રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીને યુક્રેન યુદ્ધની વર્તમાન સ્થિતિ વિશે માહિતગાર કર્યા. તેમણે કહ્યું કે યુક્રેન આ યુદ્ધના ઉકેલ માટે કોઈપણ પ્રકારના રાજકીય અને રાજદ્વારી પગલાં લેવાનો ઈન્કાર કરી રહ્યું છે. પુતિન અને મોદીએ ભારત-રશિયા સંબંધોને આગલા સ્તર પર લઈ જવા અને પરસ્પર વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા સતત સંપર્કમાં રહેવા માટે પણ પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
નરેન્દ્ર મોદીને મિત્ર ગણાવતા તેમની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તેમણે રશિયામાં સ્થાનિક ઉત્પાદનો અને બ્રાન્ડ્સને પ્રોત્સાહિત કરવા માટે ભારતનું ઉદાહરણ આપ્યું. પુતિને ‘મેક ઇન ઇન્ડિયા’ કોન્સેપ્ટની પ્રશંસા કરી અને કહ્યું કે ભારતને તેના સકારાત્મક પરિણામો મળ્યા છે. આ દરમિયાન પુતિને કહ્યું હતું કે યુક્રેન યુદ્ધ પછી લાદવામાં આવેલા પ્રતિબંધોની રશિયન બજાર પર કોઈ અસર થઈ નથી. પુતિને કહ્યું હતું કે, અમારા મિત્ર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મેક ઈન ઈન્ડિયા’નો કોન્સેપ્ટ લોન્ચ કર્યો હતો. ભારતને આના સકારાત્મક પરિણામો મળ્યા છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઈન ઈન્ડિયા’ના કન્સેપ્ટની ભારતીય અર્થવ્યવસ્થા પર ‘સ્પષ્ટ અસર’ થઈ છે. મોસ્કોમાં એક કાર્યક્રમમાં બોલતા પુતિને કહ્યું કે “વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમારા ભારતના મિત્ર અને રશિયાના મિત્ર, થોડા વર્ષો પહેલા ‘મેક ઇન ઇન્ડિયા’નો કોન્સેપ્ટ શરૂ કર્યો. ભારતીય અર્થતંત્ર પર તેની ખૂબ જ દેખીતી અસર પડી છે. તેમણે કહ્યું કે, દેશ જે કંઈ પણ બનાવી રહ્યો છે તે સારું કામ કરી રહ્યો છે, તેને અપનાવવું કોઈ પાપ નથી.
ખાસ કરીને આપણા સારા મિત્રો દ્વારા બનાવેલ ઉત્પાદનો અપનાવવા જોઈએ. રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે યુક્રેન યુદ્ધ પછી અમેરિકા સહિતના યુરોપિયન દેશો દ્વારા લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોની દેશ પર કોઈ અસર થઈ નથી. તેના કારણે રશિયન માર્કેટમાં ઘટાડો થયો નથી. તેમણે કહ્યું કે દેશમાંથી પશ્ચિમી કંપનીઓના જવાને કારણે રશિયન ઉદ્યોગ સાહસિકો માટે તકો વધી છે. તેમણે કહ્યું કે રશિયાને સ્થાનિક ઉત્પાદનો અને બ્રાન્ડને પ્રોત્સાહન આપવા માટે નવી નીતિની જરૂર છે.
ADVERTISEMENT