ઇરાપુતાઓ: અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ છાશવારે બનતી રહે છે. આ કલ્ચર હવે અન્ય દેશોમાં પણ વિકસિત થઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સેન્ટ્રલ મેક્સિકોના એક બારમાં ગુરૂવારે અચાનક એક વ્યક્તિએ અંધાધુંધ ફાયરિંગ શરૂ કર્યું હતું. જેમાં 12 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ છે. ફાયરિંગના કારણે બારમાં અફડાતફડી થતા ઘાયલોની સંખ્યા વધી હોવાના અહેવાલો છે.
ADVERTISEMENT
આ અંગે સ્થાનિક પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, મેક્સિકોના ગુઆનાજુઆતો રાજ્યના ઇરાપુઆઓ શહેરમાં આ ઘટના બની હતી. હુમલાખોરે કરેલા હુમલામાં 6 પુરૂષો અને 6 મહિલાઓનામોત નિપજ્યા છે. જ્યારે ઇજાગ્રસ્તોની સંખ્યા વધી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુઆનામાં ફાયરિંગની ઘટનાઓ છાશવારે થતી રહે છે.
જો કે હુમલા અંગેની માહિતી મળતા સ્થાનિક તંત્ર પણ એલર્ટ મોડ પર છે. ઘાયલોની સારવાર યુદ્ધા ધોરણે ચાલી રહી છે. પોલીસ દ્વારા હુમલાખોરને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત મૃતકો બાબતે પરિવારને સાંત્વના અપાઇ રહી છે. ઘટનાને અંજામ આપનાર જો કે હજી સુધી પોલીસપકડથી દુર છે.
ADVERTISEMENT