મહારાષ્ટ્રમાં પોલિટિકલ સર્કસ: શિવસેના બાદ NCP ના પગ નીચેથી જમીન ખેંચી લેવાઇ

Maharashtra politics LIVE updates: મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો ઉલટફેર થઇ ચુક્યો છે. એનસીપી નેતા અજિત પવારે ડેપ્યુટી સીએમના પદની શપથ લીધી છે. બીજી તરફ શિંદે સરકારમાં…

Ajit pawar about NCP

Ajit pawar about NCP

follow google news

Maharashtra politics LIVE updates: મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો ઉલટફેર થઇ ચુક્યો છે. એનસીપી નેતા અજિત પવારે ડેપ્યુટી સીએમના પદની શપથ લીધી છે. બીજી તરફ શિંદે સરકારમાં જોડાઇ ગયા છે અને ડેપ્યુટી સીએમ તરીકે શપથ પણ ગ્રહણ કર્યા છે. તેમની સાથે એનસીપીના 18 ધારાસભ્યો પણ છે. તેમાંથી 9 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો ફેરફાર થઇ ચુક્યો છે. એનસીપી નેતા અજિત પવાર શિંદે સરકારમાં જોડાઇ ચુક્યા છે. તેમણે ડેપ્યુટી સીએમ પદ પર શપથ ગ્રહણ કર્યા છે. આ સાથે જ તેમના 9 ધારાસભ્યો પણ શિંદે સરકારમાં જોડાઇ ચુક્યા છે. તેમની સાથે પાર્ટીના 18 ધારાસભ્યો છે. ભાજપ-શિવસેના ગઠબંધનને સમર્થન આપવા અને સરકારમાં જોડાવાનો અજિત પવારનો નિર્ણય 2024ની પહેલા વિપક્ષી એકતા માટે એક ઝટકો છે.

અજિત પવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, વિકાસને મહત્વ આપવું ખુબ જ જરૂરી છે. ગત્ત 9 વર્ષથી પીએમ મોદી જે પ્રકારે વિકાસ માટે ખુબ જ કામ કરી રહ્યા છે. જેને જોતા મને લાગે છે કે, વિકાસની યાત્રા પણ ભાગીદાર હોવું જોઇએ, એટલા માટે મે એનડીએમાં જોડાવા માંગતો હતો. અજિત પવાર જુથનો દાવો છે કે, તેમની પાસે 40 NCP ધારાસભ્યોનું સમર્થન છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અજિત પવાર સહિત એનસીપીના 9 ધારાસભ્યો મંત્રીપદના શપથ લઇ ચુક્યા છે. એનસીપી નેતા અનિલ પાટિલે મંત્રીપદની શપથ લીધા હતા. તેમના ઉપરાંત ધર્મરાવ અત્રામ, સુનીલ વલસાડ અને હસમ મુશ્રીફે પણ શપથ લીધા હતા.

    follow whatsapp