ભયાનક ભૂકંપ બાદ અફઘાનિસ્તામાં વિસ્ફોટક સ્થિતિ, 2000 થી વધારે લોકોનાં મોત

Earthquakes in Afghanistan : અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના કારણે ભારે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તાલિબાની પ્રવક્તાના અનુસાર અફઘાનિસ્તાનના પશ્ચિમમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં આશરે…

Earthquake in afghanistan

Earthquake in afghanistan

follow google news

Earthquakes in Afghanistan : અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના કારણે ભારે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તાલિબાની પ્રવક્તાના અનુસાર અફઘાનિસ્તાનના પશ્ચિમમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં આશરે 2000 થી વધારે લોકોનાં મોત નિપજ્યાં છે. આ તરફ પશ્ચિમ અફઘાનિસ્તાનમાં ઇરાની સરહદ પાસે આવેલા આ શક્તિશાળી ભૂકંપના કારણે અફઘાનિસ્તાન માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ છે.

પશ્ચિમ અફઘાનિસ્તાનમાં ઇરાની સરહદ પાસે ધરતંકંપના કારણે હેરાત શહેહમાં આશરે 40 કિલોમીટર (25 માઇલ) દુર આવેલા કેટલાક ગામોનાં નામો નિશાન મટી ગયા હતા. જેના કારણે નુકસાન થયું છે. હજી સુધી લોકો કાટમાળમાં ફસાયેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એક શક્તિશાળી ભૂકંપ બાદ ત્રણ આફ્ટર શોક પણઅનુભવાયા હતા. સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે, ભયાનક ભૂકંપ બાદ ઇમારતો પત્તાના મહેલની જેમ ધસી ગઇ હતી.

આ પ્રકારે દેશના માહિતી અને સંસ્કૃતિ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ વાહિદ રાયાને જણાવ્યું કે, હેરાતમાં આવેલા ભૂકંપના મૃત્યુઆંક મુળ અહેવાલ કરતા વધારે છે. તત્કાલ મદદની અપીલ કરતા તેમણે કહ્યું કે, લગભગ છ ગામ નેસ્તોનાબુદ થઇ ચુક્યા છે. સેંકડો નાગરિકો કાટમાળ નીચે દટાયેલા છે.

ડિઝાસ્ટર ઓથોરિટીના પ્રવક્તા મોહમ્મદ અબ્દુલ્લાના અનુસાર હેરાત પ્રાંતમાં ઝેંગા જાન જિલ્લામાં ચાર ગામોને ભૂકંપ અને આફ્ટર શોક્સથી સૌથી વધારે નુકસાન થયું છે. યુનાઇટેડ સ્ટેટ્સજીઓલોજિકલ સર્વેના અનુસાર ભૂકંપનું કેન્દ્ર હેરાત શહેરથી લગભગ 40 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં હતું.

    follow whatsapp