મુંબઇ : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં એક પછી એક કલાકારો ખડી રહ્યા છે તો બીજી તરફ સીરિયલમાં નવા નવા પાત્રો ઉમેરાઇ પણ રહ્યા છે. આ સીરિયલ હાલ પણ એટલી જ લોકપ્રિય છે. લોકો વચ્ચે પોતાની મજબુત પકડ જમાવી રાખી છે. આ સીરિયલમાં પહેલા બાવરીનો રોલ મોનિકા ભદોરિયા કરતી હતી. જો કે 2019 માં તેણે આ શો છોડી દીધો હતો. ત્યારથી આ શોમાં બાવરી નહોતી જોવા મળી રહી. જો કે હવે સીરિયલમાં બાવરી જોવા મળશે. તેનો રોલ પ્લે નવીના વાડેકર કરશે. નવીનાની હાલમાં જ એન્ટ્રી થઇ છે.
ADVERTISEMENT
આ અંગે અસિત મોદીએ મીડિયાને જણાવ્યું કે, મારા દર્શકો જ મારા બોસ છે. હું બાવરીના પાત્રમાં એક ફ્રેશ તથા ઇનોસન્ટ ચહેરો લેવા માંગતો હતો. સદ્નસીબે આ રોલ માટે જે યુવતી અમે ઇચ્છતા હતા તે તમામ ગુણ નવિનામાં છે. નવીનાએ શો સાથે કમિટેડ રહેવાનું વચન આપ્યું છે. અમારો શો ચાહકોને ખુબ જ ગમે છે. મને વિશ્વાસ છે કે, નવિનાને લોકોનો ખુબ પ્રેમ મળશે અને તેનો બાવરીનો રોલ ખુબ જ પ્રખ્યાત છે. અનેક ઓડિશનો બાદ નવીનાની પસંદગી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નવીના વાડેકર મુળ મહારાષ્ટ્રના થાનેની છે. મુંબઇની કે.જે સોમૈયા કોલેજમાં માસ મીડિયામાં બેચલર કર્યું છે. બેચલર બાદ ટેલેન્ટટ મેનેજમેન્ટ અને પ્રોડક્શન હાઉસમાં કામ કરતી હતી. દરમિયાન તે ડાન્સિંગ અને એક્ટિંગના વર્કશોપ પણ કરતી હતી. દરમિયાન તેને બાલાજી ટેલિફિલ્મ્સમાં એપિસોડિક રોલની તક મળી. તે મારીઠી સીરિયલ તુમચી મુલગી કે કરતેમાં કામ કર્યું હતું. ઉપરાંત ક્રાઇમ એલર્ટમાં પણ અનેક વખત જોવા મળી હતી.
ADVERTISEMENT