ગીરસોમનાથ : ગુજરાતમાં હવે પોલીસનો ખોફ જાણે ઓસરી રહ્યો હોય તેવી સ્થિતિ પેદા થઇ છે. પોલીસના ડર વગર કે પછી સહયોગથી અસામાજિક પ્રવૃતિઓ બેફામ ચાલી રહી છે. જો કે ગીરગઢડામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં ખેડુતે અન્ડરગ્રાઉન્ડ એક વિશાળ ઓરડો તૈયાર કર્યો હતો. આ ઓરડો ચિક્કાર દારૂથી ભરેલો હતો. પોલીસે પણ જ્યારે આ બોગદુ ખોલ્યું ત્યારે આશ્ચર્યથી ચોંકી ઉઠ્યા હતા.
ADVERTISEMENT
બેડીયા ગામની વાડીમાંથી વિદેશી દારૂ સંતાડાયેલો હોવાની બાતમી મળી હતી. જેના પગલે એલસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 15 લાખના વિદેશી દારૂ-બીયરના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી લેવામાં આવ્યા હતા. કુખ્યાત બુટલેગરે પોતાની વાડીમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ સંતાડ્યો હોવાની માહિતી સામે આવી હતી. જેની બાતમીના આધારે એલસીબીએ દરોડા પાડ્યા હતા.
અમરેલીના સાવરકુંડલામાં આ 15 લાખની કિંમતનો દારૂ છુપાડવામાં આવ્યો હતો. 15 લાખની કિંમતનો 324 પેટી દારૂ ઝડપી લીધો છે ઉપરાંત સામતેર અને ઉમેજ ગામના બે બુટલેગરોને પણ ઝડપી લીધા છે. આ તમામ દારૂ સાવરકુંડલા ખાતે મોકલવાનો હોવાની માહિતી પણ સામે આવી છે. જો કે બુટલેગરે ખેતરમાં અન્ડરગ્રાઉન્ટ 6 બાય 4 નો અંડરગ્રાઉન્ડ રૂમ બનાવ્યો હતો. જેમાં વિદેશી દારૂ અને બિયર છુપાવ્યું હતું. પોલીસે આ પ્રકારે 15 લાખથી વધારેની કિંમતનો દારૂ અને ટ્રેક્ટર અને ટ્રોલી સહિતનો કુલ 30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ADVERTISEMENT