કોરોના અને ફ્લુ અંગે સરકાર ચિંતિત, ડોક્ટર્સ અને નાગરિકોને કરી ખાસ અપીલ

નવી દિલ્હી : દેશમાં આજકાલ ફ્લૂ અને શ્વાસ સંબંધી બીમારીઓમાં વધારો થઇ રહ્યો છે. આ ઉપરાંત એચ3એન2 અને એડિનોવાયરસના કેસમાં પણ ભારે વધારો થઇ રહ્યો…

gujarattak
follow google news

નવી દિલ્હી : દેશમાં આજકાલ ફ્લૂ અને શ્વાસ સંબંધી બીમારીઓમાં વધારો થઇ રહ્યો છે. આ ઉપરાંત એચ3એન2 અને એડિનોવાયરસના કેસમાં પણ ભારે વધારો થઇ રહ્યો છે. આ પરિસ્થિતિને કાબુ બહાર જતી અટકાવવા માટે કેન્દ્ર સરકારે આજે ગાઇડલાઇન બહાર પાડી છે. આ ગાઇડલાઇન સાથે નાગરિકોને પણ ખાસ સુચન કરવામાં આવ્યા છે.

ઈન્ફલ્યુએન્ઝા અને શ્વસન રોગો પર સાવધાન
કેન્દ્રીય હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણે આજે તમામ રાજ્યોને એક લેટર પાઠવ્યો છે. જેમાં તેમને ઈન્ફલ્યુએન્ઝા અને શ્વસન રોગોના દર્દીઓને સાવધ રહેવાની તાકીદ કરી છે. દેશમાં હાલમાં H3N2 અને એડિનોવાયરસ એક્ટિવ છે જેના કારણે કેસમાં વધારો થઈ રહ્યો છે. લોકો આજકાલ તીવ્ર તાવ, શરદી અને ગળામાં દુખાવાની ફરિયાદો ઉઠી રહી છે. સર ગંગારામ હોસ્પિટલના ડોક્ટર ધીરેન ગુપ્તાના અનુસાર, “છેલ્લા 6 મહિનામાં વાયરસની પેટર્નમાં મોટો ફેરફાર નોંધાયો છે. સામાન્ય રીતે આપણે ઈન્ફલ્યુએન્ઝાને નંબર 1 તરીકે ઓળખવામાં આવે છે. એડીનોવાયરસની ગંભીરતા તરફ ઇશારો કરતાં તેમણે કહ્યું હતું કે, અન્ય એક વાયરસ જે ગંભીર રોગ તરફ દોરી રહ્યો છે. “છેલ્લા બે મહિનામાં આઈસીયુમાં દર્દીઓની સંખ્યામાં વધારો થવાને કારણે એડીનોવાયરસના કેસોમાં પણ ભારે ઉછાળો આવી રહ્યો છે. ડીએનએ વાયરસ મુખ્યત્વે ઉપલા શ્વસનતંત્ર અને આંખોને અસર કરે છે અને કોવિડની જેમ જ ખુબ જ સરળતાથી અને ઝડપથી ફેલાય છે.

નવજાતથી માંડીને 2 વર્ષના બાળકોને સૌથી વધારે ખતરો
બાળકોમાં એડેનોવાયરસ સામાન્ય રીતે શ્વસન અને આંતરડાના માર્ગને ગ્રસીત કરે છે. ઉપરી શ્વસન તંત્ર અને આંતરડાને સૌથી વધારે નુકસાન કરે છે. ડોક્ટર્સના અનુસાર 0-2 વર્ષની વય જૂથના બાળકોમાં સંક્રમણનો સૌથી વધારે ખતરો રહે છે. 2-5 વર્ષની વય જૂથના બાળકોને સૌથી વધારે સાંચવવા જોઇએ. 5-10 વર્ષની વયના બાળકોને ચેપ થાય અને ત્યાર બાદ રિકવરી સૌથી વધારે મુશ્કેલ છે. ડોક્ટરોએ જણાવ્યું કે, 10 વર્ષથી વધુ ઉંમરના બાળકોમાં આ વાયરસનો ચેપ લાગવાની શક્યતા નહીવત્ત હોય છે. હાલમાં દેશમાં હાલમાં H3N2 અને એડિનોવાયરસ એક્ટિવ છે જે બન્ને વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા વધી રહી છે.

સફદરજંગ હોસ્પિટલમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું
દિલ્હીની સફદરજંગ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો.બી.એલ.શેરવાલે જણાવ્યું કે, ઈન્ફલ્યુએન્ઝાના કેસોમાં અચાનક ઉછાળો આવ્યો છે. તે કોવિડ જેવો જ વાયરસ છે. જે ભયાનક સંક્રામક તો છે જ સાથે સાથે ઘાતક પણ છે માટે લોકોએ સાવધ રહેવાની જરૂર છે.જેથી અમે હોસ્પિટલમાં માસ્ક ફરજીયાત કરી દીધો છે. કર્મચારીથી માંડીને દર્દી અને તેના સગાઓનેપણ માસ્ક ફરજીયાત છે. હાલમાં જે પ્રકારે હવામાનમાં અચાનક ફેરફારો થાય છે તેના કારણે આ વાયરસમાં ખુબજ વધારો થયો છે. જેથી આ વાયરસને નિવારવા માટે માસ્ક પહેરવું, વારંવાર હાથ ધોવા અને ફ્લુની રસી પણ અસરકારક સાબિત થાય છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પરિપત્ર જાહેર કર્યો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા એક પરિપત્ર પણ બહાર પાડીને અપીલ કરવામાં આવી છે કે, હાલના સમયમાં ગરમીને ધ્યાનમાં રાખીને મોસમી તાવથી બચવું જરૂરી છે. આ દરમિયાન આઈએમએએ ડૉક્ટરની સલાહ વગર એન્ટીબાયોટિકનું સેવન ન કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે. ઉપરાંત ડોક્ટર્સને પણ એન્ટિબાયોટિક પ્રિસ્ક્રાઇબ ખુબ જરૂરી હોય તો જ કરવા માટે અપીલ કરવામાં આવી છે. શરદી, ખાંસી અને તાવને કારણે લોકોએ જાતે જ એન્ટિબાયોટિક્સનું સેવન કરવાનું ટાળવા જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં દેશમાં એન્ટિબાયોટિક દવાની માંગમાં એકાએક ઉછાળો આવ્યો છે.

    follow whatsapp