નવી દિલ્હી : ઇટાલિયાના મિલાન શહેરમાં સિટી સેન્ટર નામના એક કોમ્પલેક્ષમાં અચાનક પાર્કિંગમાં લાગેલી એક ગાડીમાં ભયાનક બ્લાસ્ટ થયો હતો. ત્યા બાદ કોમ્પલેક્ષમાં આગ લાગી ગઇહતી. હાલ સ્થાનિક ફાયર તંત્ર દ્વારા આઘ બુઝાવવા માટેના પ્રયાહો સાથ ધરવામાં આવ્યા છે. જો કે આગ એટલી વિકરાળ છે કે, તેનો ધુમાડો કિલોમીટર દુરથી જોઇ શકાય છે. આ ઉપરાંત મહત્વની બાબત છે કે, બ્લાસ્ટના કારણે આસપાસ પાર્કિંગમાં રહેલા અનેક વાહનોમાં પણ આગ લાગી ગઇ છે. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે કોમ્પલેક્ષનો એક ભાગ તુટી પડ્યો હોવાની આશંકા છે. આ ઉપરાંત આસપાસના કોમ્પલેક્ષોના કાચ તુટી ગયા છે.સમગ્ર વિસ્તારમાં કાળાડિબાંગ ધુમાડો જોઇ શકાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT