પ્રયાગરાજ: યુપીના પ્રયાગરાજની એક હોટલમાં ડેપ્યુટી CMO ડો. સુનિલ કુમાર સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. સુનિલ કુમારનો શબ રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ સમગ્ર મામલે તપાસમાં જોડાઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, ડો. સુનિલ કુમાર બનારસના રહેનારા હતા.
ADVERTISEMENT
વિગતો મુજબ, પ્રયાગરાજના સિવિલ લાઈન્સ વિસ્તારનો આ મામલો છે. અહીં હોટલ વિઠ્ઠલના રૂમ. 106માં તેમનો શબ મળ્યો છે. જોકે હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે, આ હત્યા છે કે આત્મહત્યા.
મૃતક ડોક્ટર સુનિલ કુમાર સિંહ ચેપી રોગના નોડલ અધિકારી નિયુક્ત હતા. સુનિલ કુમારનો શબ મળ્યા બાદ તેની જાણકારી પોલીસને આપવામાં આવી હતી. પોલીસ અને ફોરેન્સિક ટીમ સ્થળ પર પહોંચીને તપાસમાં લાગી ગઈ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.
ADVERTISEMENT