અમદાવાદ : દ્વારકામાં મેઘરાજાએ જુનાગઢ અને દ્વારકામાં મનમુકીને વરસ્યા છે. ચોતરફ જળબંબાકાર બાદ હવે નદીઓ નાળાઓ છલકાઇ ગયા છે. નદીઓ ગાંડીતુર બની છે. તેવામાં ખંભાળીયા પંથકમાં ભારે વરસાદના પગલે ઘી ડેમ ઓવરફ્લો થઇ ગયો છે. સિંચાઇ અને પીવાના પાણીનો મહત્વનો સ્ત્રોત ગણાતો ડેમ ઓવરફ્લો થઇ ચુક્યો છે.
ADVERTISEMENT
દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. લાંબા, હર્ષદ, ભોગાત પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. લાંબા-હર્ષદ હાઇવે પર જાણે નદી વહેતી થઇ હોય તેવા દ્રશ્યો છે. ધોધમાર વરસાદના પગલે ખેતરોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. કલ્યાણપુર તાલુકાનાં લાંબાગામે ધોધમાર વરસાદ પડ્યો હતો. ગામની બજારોમાં ધસમસતા પાણીના પુર વહેતા થયા હતા. લાંબા ગામની બજારોમાં કેડ-કેડ પાણી ભરાયા હતા.
સોસાયટીઓમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. તંત્ર દ્વારા લોકોને અકારણ બહાર નહી નિકળવા માટે અપીલ કરવામાં આવી છે.
ભાવનગરમાં વરસાદના પગલે તારાજી સર્જાઇ હતી. શહેરનાં મોટા ભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. પ્રભાવિત વિસ્તારોની મેયર કીર્તિબેન દાણીધરીયાએ નિરીક્ષણ કર્યું હતું. શહેરના રેલવે સ્ટેશન વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. ભાવનગરના ભાલમાં કાળુભારમાં પાણી ફરી વળ્યા હતા. દેવળીયા, પાળીયાદ સહિતના વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. કાળુભારના પાણીને કારણે અનેક ગામો સંપર્કવિહોણા બન્યા હતા.
ભાવનગરમાં વરસાદના પગલે સમગ્ર વિસ્તાર પાણી પાણી થઇ ચુક્યો છે. સીદસર વિસ્તાર ખુબ જ વિકટ સ્થિતિમાં છે. ભાવનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી પાળીયાદ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા વહેલી સવારથી જ રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું.
ADVERTISEMENT