Dubai Princess Divorces: દુબઈના શાસક અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના પ્રધાનમંત્રી મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમની પુત્રીએ તેમના પતિને ત્રિપલ તલાક આપ્યા છે. દુબઈની રાજકુમારી શેખ મહારા બિન્ત મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમ (Shaikha Mahra Mohammed Rashed Al Maktoum)એ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને પતિ શેખ માના બિન મોહમ્મદ બિન રશીદ બિન માના અલ મકતુમ સાથે તલાક (છૂટાછેડા) લેવાની જાહેરાત કરી છે. આપને જણાવી દઈએ કે, રાજકુમારીએ બે મહિના પહેલા જ દીકરીને જન્મ આપ્યો હતો. ત્યારે હવે તેમના આ નિર્ણયથી બધા ચોંકી ગયા છે.
ADVERTISEMENT
ઈન્સ્ટાગ્રામ પર કરી એક પોસ્ટ
રાજકુમારીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે. જેમાં તેઓએ લખ્યું છે કે, 'પ્રિય પતિ, જેમ કે તમે અન્ય લોકોની સાથે વ્યસ્ત હશો. આ વચ્ચે હું આપણા છૂટાછેડાની જાહેરાત કરું છું. હું તમને છૂટાછેડા આપું છું. હું તમને છૂટાછેડા આપું છું અને હું તમને છૂટાછેડા આપું છું. તમારું ધ્યાન રાખજો. તમારી પૂર્વ પત્ની'
27 મેના રોજ થયા હતા લગ્ન
તમને જણાવી દઈએ કે, 1994માં જન્મેલ શેખ મહારાએ ગયા વર્ષે 27 મેના રોજ શેખ માના બિન સાથે લગ્ન કર્યા હતા. તેમણે લગ્નના પાંચ મહિના બાદ પોતાની પ્રેગ્નન્સીની સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.
દીકરી સાથે તસવીર કરી હતી શેર
પરંતુ હવે તેમણે છૂટાછેડાની જાહેરાત કરી છે. તેમણે થોડા દિવસ અગાઉ પણ તેમની દીકરી સાથે એક તસવીર શેર કરી હતી. આપને જણાવી દઈએ કે, તેમણે તેમની દીકરીનું નામ હિંદ રાખ્યું છે.
ADVERTISEMENT