અમદાવાદ: લોકગાયક કીર્તિદાન ગઢવી હાલ દુબઈમાં છે. લોકાડાયરા માટે દુબઈ ગયેલા કીર્તિદાન ગઢવી આ વખતે ‘રસિયો રૂપાળો’ ગીતથી જાણીતા બનેલા કમાને પણ પોતાની સાથે લઈ ગયા છે. અમદાવાદના એરપોર્ટ પર બંને સાથે જોવા મળ્યા હતા. ત્યારે હવે સોમવારે રાત્રે દુબઈમાં કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાયો હતો. આ ડાયરામાં કમો ‘રસિયો રૂપાણો’ ગીત પર ફરી એકવાર ઝૂમ્યો હતો. તેને ડાન્સ કરતા જોઈને ડાયરામાં આવેલા મહેમાનોને પણ મજા પડી ગઈ હતી.
ADVERTISEMENT
દુબઈના જ્વેલર્સે કર્યું છે લોકડાયરાનું આયોજન
દુબઈના અગ્રણી અને જ્વેલર્સ એવા અનિલ પેથાણી દ્વારા ખાસ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. અનિલ પેથાણી મૂળ કચ્છના છે અને હાલમાં દુબઈમાં સ્થાયી થયેલા છે. ત્યાં ગુપ્ત નવરાત્રીના અનુષ્ઠાન નવ દિવસ યજ્ઞની પૂર્ણાહૂતિ હતી. ત્યારે આ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આયોજકો દ્વારા કીર્તિદાન ગઢવીની સાથે કમાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે ડાયરામાં કીર્તિદાન ગઢવીના ભજન અને ગીતો પર ડાંસ કરીને કમાએ માહોલ જમાવી દીધો હતો, જેના વીડિયો પણ સામે આવી રહ્યા છે.
દુબઈમાં પણ બન્યા કમાના ફેન
નોંધનીય છે કે, સુરેન્દ્રનગરના કોઠારિયાનો મનોદિવ્યાંગ કમો કીર્તિદાન ગઢવીના ડાયરામાં જોવા મળતો હોય છે. દુબઈ જવા માટે અરપોર્ટ પર પહોંચતા જ ચાલકોએ કમા સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરી હતી. તો તેની એક ઝલક જોવા માટે લોકો આતુર થયા હતા. ત્યારે હવે છેક દુબઈમાં પણ કમાએ ધમાલ મચાવી દીધી છે.
ADVERTISEMENT