IPL: 49 રૂપિયાની ટીમ બનાવીને 1.50 કરોડ જીત્યો, ભાડાના મકાનમાં રહેતો ડ્રાઈવર કરોડપતિ બન્યો

મધ્યપ્રદેશ: બરવાની જિલ્લામાં રહેતા એક યુવક માટે ‘ઉપર વાળો જ્યારે આપે ત્યારે છપ્પર ફાડીને આપે છે’ કહેવત સાચી સાબિત થઈ છે. વ્યવસાયે ડ્રાઇવર અને ભાડાના…

gujarattak
follow google news

મધ્યપ્રદેશ: બરવાની જિલ્લામાં રહેતા એક યુવક માટે ‘ઉપર વાળો જ્યારે આપે ત્યારે છપ્પર ફાડીને આપે છે’ કહેવત સાચી સાબિત થઈ છે. વ્યવસાયે ડ્રાઇવર અને ભાડાના મકાનમાં રહેતા યુવકનું રાતોરાત એવું નસીબ ચમક્યું કે તે કરોડપતિ બની ગયો. થોડા કલાકોમાં જ ઓનલાઈન ગેમિંગ એપ યુવકને માલામાલ કરી નાખ્યો. હવે કરોડપતિ બની ગયેલા યુવકના પરિવારની ખુશીનો કોઈ ઠેકાણો નથી, તો બીજી તરફ સગા-સંબંધીઓ પણ તેને અભિનંદન આપવા તેના ઘરે આવી રહ્યા છે. સેંધવાના વોર્ડ નં.3માં રહેતા ડ્રાઈવર શાહબુદ્દીન મંસૂરીની આ કહાણી છે. ડ્રાઈવર શાહબુદ્દીન લગભગ 2 વર્ષથી ઓનલાઈન ગેમિંગ એપ પર ટીમ બનાવીને પોતાની કિસ્મત અજમાવી રહ્યો હતો.

રવિવારે કોલકાતા અને પંજાબ વચ્ચેની મેચમાં શાહબુદ્દીને 49 રૂપિયાની એન્ટ્રી ફી સાથે ફેન્ટસી એપમાં ટીમ બનાવી અને પ્રથમ સ્થાન મેળવ્યું. પ્રથમ સ્થાન મેળવવા પર, તેને ઈનામી રકમ તરીકે 1.50 કરોડ રૂપિયા મળ્યા. આટલી મોટી રકમ જીત્યા બાદ યુવક અને તેના પરિવારની ખુશીનું કોઈ ઠેકાણું નથી.

2 વર્ષથી ઓનલાઈન ટીમ બનાવતો હતો
વ્યવસાયે ડ્રાઇવર એવા શાહબુદ્દીનનું કહેવું છે કે તે છેલ્લા 2 વર્ષથી આ ગેમ રમી રહ્યો છે. 2 એપ્રિલની મેચમાં તેણે ટીમ બનાવી અને 1.5 કરોડ રૂપિયાની ઈનામી રકમ જીતી. હાલમાં વિજેતા શાહબુદ્દીને 1.5 કરોડ રૂપિયામાંથી 20 લાખ રૂપિયા ઉપાડી લીધા છે. તેમાંથી 6 લાખ રૂપિયા ટેક્સ તરીકે કપાશે અને 14 લાખ રૂપિયા તેના ખાતામાં આવશે.

1.50 રૂપિયા જીત્યા બાદ હવે શું કરશે?
ડ્રાઈવર શાહબુદ્દીનનું કહેવું છે કે તે ભાડાના મકાનમાં રહે છે. એટલા માટે સૌથી પહેલા તેનું સપનું છે કે તે આ ઈનામી રકમથી પોતાનું ઘર બનાવશે અને પછી કોઈ અન્ય બિઝનેસ કરશે. આટલી મોટી ઈનામી રકમ જીત્યા બાદ શાહબુદ્દીનના પરિવારની ખુશીનો કોઈ પાર નથી. મિત્રો સહિત સંબંધીઓ ફોન કરીને ઘરે આવીને અભિનંદન પાઠવી રહ્યા છે.

ટીમમાં કયા ખેલાડીઓ હતા?
હકીકતમાં આ મેચની ડ્રીમ 11 ટીમમાં તેણે અર્શદીપને કેપ્ટન અને સિકંદર રઝાને વાઇસ કેપ્ટન બનાવ્યો હતો. આ સાથે તેણે પોતાની ટીમમાં શિખર ધવન, ભાનુકા રાજપક્ષે, આર ગુરબાજ, નીતિશ રાણા, વેંકટેશ અય્યર, આન્દ્રે રસેલ, સેમ કરન, ટિમ સાઉથી અને રાહુલ ચાહરને સામેલ કર્યા હતા.

(નોંધ: ઓનલાઈન બેટિંગથી લત લાગી શકે છે અને તેમાં નાણાકીય જોખમ પણ સામેલ છે એટલે પોતાની જવાબદારીથી આ પ્રકારની એપમાં પૈસા લગાવવા.)

    follow whatsapp