બુધવારે ભૂલથી પણ ન કરતા આ કામ, નહીં તો થઈ જશો કંગાલ; ઉપરા ઉપરી આવશે મોટી મુસીબતો!

હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાઓને સમર્પિત છે. બુધવારનો દિવસ ભગવાન ગણેશજીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભક્તો ભગવાન ગણેશજીની પૂજા-અર્ચના કરે છે.…

gujarattak
follow google news

હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાઓને સમર્પિત છે. બુધવારનો દિવસ ભગવાન ગણેશજીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભક્તો ભગવાન ગણેશજીની પૂજા-અર્ચના કરે છે. તો કેટલાક લોકો આ દિવસે ઉપવાસ પણ રાખે છે. બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવાથી બધી મુશ્કેલીઓ દૂર થાય છે. ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે જ્યાં ભગવાન ગણેશ વસે છે, ત્યાં બધું જ શુભ થાય છે. બુધવારે કેટલાક કાર્યો કરવાની મનાઈ છે. આ કાર્યો કરવાથી ઘરમાં મુશ્કેલીઓ આવે છે. તો ચાલો જાણીએ બુધવારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

લેવડદેવડ ન કરવી

એવું માનવામાં આવે છે કે, બુધવારે પૈસાની લેવડ-દેવડ ન કરવી જોઈએ. તેનાથી આર્થિક સમસ્યાઓ થઈ શકે છે. આ દિવસે લોન લેવાથી આર્થિક નુકસાન થઈ શકે છે. બીજી બાજુ જો તમે કોઈને પૈસા આપો છો, તો તે પણ ફાયદાકારક નથી.

પશ્ચિમ દિશા તરફ ન કરો યાત્રા

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, બુધવારે પશ્ચિમ દિશા તરફ યાત્રા ન કરવી જોઈએ. પશ્ચિમ દિશાને દિશાશૂલ કહેવામાં આવે છે. જો જરૂરી ન હોય તો બુધવારે પશ્ચિમ દિશા તરફ મુસાફરી ન કરો.

રોકાણ

બુધવારે કોઈપણ નવા કાર્યમાં રોકાણ કરવાથી આર્થિક નુકસાન થઈ શકે છે. તમે બુધવારને બદલે શુક્રવારે રોકાણ કરો.

કાળ રંગના વસ્ત્રો ન પહેરો

બુધવારે કાળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ નહીં. પતિની લાંબી આયુ માટે પત્નીએ આ દિવસે કાળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ નહીં.

નોંધ- આ લેખ ફક્ત વાંચકોના રસને ધ્યાનમાં રાખીને શેર કરવામાં આવ્યો છે, તેના સત્ય હોવાની અમે ખાતરી આપતા નથી.

 

    follow whatsapp