Donald Trump Disqualified In US Presidential Election: અમેરિકામાં આવતા વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાની કોલોરાડો કોર્ટે મોટો આદેશ આપ્યો છે. આ પછી ટ્રમ્પ ન તો અમેરિકાના રાષ્ટ્રપતિ બની શકશે અને ન તો મતદાન કરી શકશે. કોર્ટે તેમને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ગેરલાયક ઠેરવ્યા છે.
ADVERTISEMENT
કોલોરાડો કોર્ટે સંભળાવ્યો ચુકાદો
અમેરિકામાં આવતા વર્ષે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટી તરફથી એકવાર ફરી ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણીના મેદાનમાં ઉતરવાના હતા. આ પહેલા કોલોરાડો કોર્ટે કેપિટલ હિંસા કેસમાં પોતાનો ચુકાદો આપતા ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદ માટે અયોગ્ય ઘોષિત કર્યા છે. સાથે જ કોર્ટે વોટિંગ લિસ્ટમાંથી પણ તેમનું નામ હટાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આદેશ બાદ હવે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાના રસ્તામાં બ્રેક લાગી ગઈ છે અને ન તો તેઓ ચૂંટણીમાં મતદાન કરી શકશે.
ઈતિહાસમાં પહેલીવાર મતદાન કરવા પર લગાવાઈ રોક
અમેરિકાના ઈતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને ચૂંટણી લડવા અને મતદાન કરવા પર રોક લગાવવામાં આવી છે. કોર્ટે આ આદેશ 14મા સુધારાની કલમ 3 હેઠળ આપ્યો છે. કેપિટલ હિંસા કેસની સુનાવણી બાદ કોર્ટે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ આવતા વર્ષે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે અયોગ્ય ઉમેદવાર છે. આ હિંસાને કારણે તેઓ ન તો ચૂંટણી લડવા માટે લાયક છે કે ન તો વોટ આપવા માટે.
ડેમોક્રેટિક પાર્ટીએ ન્યાયાધીશોની કરી હતી નિમણૂંક
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકન કોર્ટના જે ન્યાયાધીશોએ આ નિર્ણય સંભળાવ્યો છે તે તમામને ડેમોક્રેટિક પાર્ટીના ગવર્નરો દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા છે. કોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને પલટીને 4-3 બહુમતીના આધારે આ નિર્ણય આપ્યો છે. નીચલી કોર્ટે સ્વીકાર્યું હતું કે 6 જાન્યુઆરી, 2021ના રોજ સંસદ પર હુમલા માટે ડોનાલ્ડ ટ્રમ્પે ટોળાને ઉશ્કેર્યા હતા, પરંતુ તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે પાત્ર છે.
ADVERTISEMENT