Donald Trump Plane Emergency Landing: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ એકવાર ફરી માંડ-માંડ બચ્યા છે. તેમના પ્લાનનું અચાનક ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું, જેના કારણે અમેરિકન પોલીસ અને એરપોર્ટ અધિકારીઓમાં હડકંપ મચી ગયો. ઘટના શનિવારે સવારે બની હતી, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી રેલી માટે મોન્ટાના જઈ રહ્યા હતા. ઉડાન ભર્યા બાદ અચાનક પ્લેનમાં ખામી સર્જાઈ હતી. જેની જાણ થતાં જ પાયલોટે ઈમરજન્સી લેન્ડિંગ માટે નજીકના એરપોર્ટ પર ATC અધિકારીઓનો સંપર્ક કર્યો અને લેન્ડિંગની પરવાનગી મળતા જ વિમાનનું એરપોર્ટ પર લેન્ડિંગ કરવામાં આવ્યું. એરપોર્ટ સ્ટાફ અને રેસ્ક્યૂ ટીમે પૂર્વ રાષ્ટ્રપતિને કડક સુરક્ષાની વચ્ચે પ્લેનમાંથી ઉતારીને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા. એરપોર્ટની ટેકનિકલ ટીમે પ્લેન શું ખામી સર્જાઈ તેની તપાસ કરી.
ADVERTISEMENT
કેમ કરાવવું પડ્યુ ઈમરજન્સી લેન્ડિંગ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિલિંગ્સ લોગન ઇન્ટરનેશનલ એરપોર્ટના અધિકારી જેની મૉકલે આ અંગેની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પના પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. તેઓ પોતાના પ્રાઈવેટ જેટ દ્વારા મોન્ટાના જઈ રહ્યા હતા. ત્યાં બોઝેમેન વિસ્તારમાં તેમની ચૂંટણી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્લેન ટેકઓફ કર્યા બાદ અચાનક પ્લેનમાં ઝટકા આવવા લાગ્યા હતા. જ્યારે ક્રૂ મેમ્બરોએ તપાસ કરી તો તેમને એન્જિનમાં કેટલીક ખામી જોવા મળી. પાયલોટે તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરીને પૂર્વ રાષ્ટ્રપતિનો જીવ બચાવ્યો. તેઓ ખતરાની બહાર છે અને તેઓ બાય રોડ મોન્ટાના જઈ રહ્યા છે. તેના પ્લેનમાં ટેકનિકલ ખામી દૂર કરવાના પ્રયાસો ચાલુ છે. જો પ્લેનની ખામી દૂર થઈ જશે તો ડોનાલ્ડ ટ્રમ્પ આ પ્લેનથી જ પરત જશે. જો કોઈ કારણોસર ટેકનિકલ ટીમ પ્લેનની ખામીને દૂર નહીં કરી શકે તો તેમને અન્ય એરક્રાફ્ટ આપવામાં આવશે.
ડોનાલ્ડ ટ્રમ્પ પર થયું હતું ફાયરિંગ
તમને જણાવી દઈએ કે, જુલાઈ 2024માં ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ થયું હતું. ચૂંટણી રેલી દરમિયાન તેમના પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. એક ગોળી તેમના કાનને અડીને નીકળી ગઈ હતી. હુમલાખોરને તેમના સુરક્ષાકર્મીઓએ સ્થળ પર ઠાર માર્યો હતો. જ્યારે એફબીઆઈએ આ ઘટનાની તપાસ કરી તો ઘણા ચોંકાવનારા ખુલાસા થયા, પરંતુ સાચા હુમલાખોરની સ્પષ્ટ ઓળખ થઈ શકી નથી. એક દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પર આ પ્રકારના હુમલાની સમગ્ર વિશ્વમાં નિંદા કરવામાં આવી હતી.
રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે ટ્રમ્પ
તમને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીના ઉમેદવાર છે. 5 નવેમ્બરે મતદાન થશે અને ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે કમલા હેરિસ તેમની સામે છે. બંને વચ્ચે કાંટાની ટક્કર હોવાનું માનવામાં આવે છે.
ADVERTISEMENT