શું પીએમ મોદી પણ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર સાંભળે છે? જાણો વાયરલ વીડિયોનું સત્ય

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધીરેન્દ્ર શાસ્ત્રીનો એક વિડીયો જોઇ રહ્યા છે. એટલે કે ધીરેન્દ્ર…

gujarattak
follow google news

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધીરેન્દ્ર શાસ્ત્રીનો એક વિડીયો જોઇ રહ્યા છે. એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર સાંભળી રહ્યા છે. આ વીડિયોને લઈ સૌ કોઈ ચર્ચા કરવા લાગ્યું છે. ત્યારે કેન્દ્ર સરકારની એજન્સી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ આ વીડિયોનું સત્ય બહાર લાવ્યા છે. પીઆઈબીની ફેક્ટ ચેક વિંગે આ દાવાની તપાસ કરી હતી. પીઆઈબી ફેક્ટ ચેકે તેના ટ્વિટર હેન્ડલ પર આ સંદર્ભે માહિતી શેર કરી છે.

સોશિયલ મીડિયામાં આવતી તમામ વસ્તુ સાચી નથી હોતી પરંતું અમૂક ફોટો અને વીડિયો ચર્ચાનો વિષય બની જતાં હોય છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર જોઇ રહ્યા છે. અને આ વિડીયો ભાજપના એક કાર્યકર્તા દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો હતો. જોકે બાદ માં આ ટ્વિટ ડિલીટ કરવામાં આવ્યું હતું. પરંતું આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે સરકારની એજન્સી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોની ફેક્ટ ચેક ટીમે આ વીડિયોની તપાસ કરી છે. જેમાં આ વિડીયો ફેક હોવાનું સામે આવ્યું છે.

જાણો શું કહ્યું આ સમાચાર અંગે
સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નકલી વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. જે વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે તેને બદલી અને મૂકવામાં આવ્યો છે. સાચો વીડિયો 22 જુલાઈ, 2019નો છે જેમાં વડાપ્રધાન ચંદ્રયાન-2 લોન્ચનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ રહ્યા છે.

    follow whatsapp