શું તમે પણ ચલાવો છો CNG કાર?, તો જીવલેણ સાબિત થઈ શકે છે આ ભૂલો

CNG Car Safety: પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોના કારણે ઘણા લોકો CNG કારની તરફ વળ્યા છે. ઈંધણ તરીકે સીએનજી માત્ર સસ્તું નથી પણ પર્યાવરણને અનુકૂળ પણ છે.

CNG Car Safety

જો તમારી પાસે પણ CNG કાર હોય તો આ ખાસ વાંચી લો

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ઘણા લોકો CNG કારનો કરી રહ્યા છે ઉપયોગ

point

પર્યાવરણને અનુકૂળ પણ છે CNG કાર

point

પેટ્રોલ-ડીઝલ કરતા આપે છે સારી માઈલેજ

CNG Car Safety: પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોના કારણે ઘણા લોકો CNG કારની તરફ વળ્યા છે. ઈંધણ તરીકે સીએનજી માત્ર સસ્તું નથી પણ પર્યાવરણને અનુકૂળ પણ છે. આપણે બધા જાણીએ છીએ કે CNG કાર પેટ્રોલ અને ડીઝલ કાર કરતા વધુ સારી માઈલેજ આપે છે. CNG કાર એ હાઇબ્રિડ કાર છે જે પેટ્રોલ અને CNG બંને પર ચાલી શકે છે.

કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી

પરંતુ જ્યારે વાત સેફ્ટીની આવે છે, ત્યારે મોટાભાગના લોકોને આ વાતની જાણકારી નથી હોતી કે સીએનજી કારનો ઉપયોગ કરતી વખતે કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે, નહીં તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. અહીં અમે આપને CNG કારના ઉપયોગ સંબંધિત કેટલીક પ્રાથમિક માહિતી આપી રહ્યા છીએ જે તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે.

સ્મોક ન કરો 

CNG કારમાં ક્યારેય સિગારેટ/બીડી ન પીવી જોઈએ, આવું કરવું ખતરનાક સાબિત થઈ શકે છે. સહેજ લીકેજથી પણ કારમાં આગ લાગવાનું જોખમ વધી જશે.

CNG Mode પર સ્ટાર્ટ ન કરો 

તમારી CNG કારને ક્યારેય CNG Mode પર સ્ટાર્ટ ન કરો, આમ કરવાથી એન્જિન પર ખરાબ અસર પડે છે. તેથી કાર હંમેશા પેટ્રોલ મોડમાં સ્ટાર્ટ કરો.

એન્જિન બંધ કરો

CNG ભરાવતા પહેલા કારને બંધ કરી દો અને જે બાદ તમામ પેસેન્જર્સને પણ બહાર નીકળવા માટે કહો. 

ફોન પર વાત ન કરો

CNG ભરાવતી વખતે ફોન પર વાત ન કરો, આવું કરવું ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી કાં તો તમારો ફોન બંધ કરો અથવા તેને ફ્લાઈટ મોડ પર મૂકો.

ફ્યૂલની માત્રા યોગ્ય રાખો

CNG કારને ક્યારેય લૉ લેવલ ફ્યૂલ પર ન ચલાવો, આમ કરવાથી વાલ્વ પર પ્રેશર પડે છે અને એન્જિન ડેમેજ થઈ શકે છે. તેથી ફ્યૂલની માત્રા યોગ્ય હોવી જરૂરી છે. 

લીકેજ થાય તો આવું કરો

જો ડ્રાઈવિંગ દરમિયાન તમારી CNG કારમાં લીકેજની સમસ્યા સર્જાય તો તરત જ કારને કોઈ સુરક્ષિત જગ્યાએ લઈ જાઓ અને એન્જિન બંધ કરો.

ઓરિજનલ કિટ જ લગાવો

જો તમે તમારી કારમાં CNG કિટ લગાવવા જઈ રહ્યા છો, તો કોઈ  authorized જગ્યાએથી ઓરિજનલ કિટ જ લગાવડાવો. સસ્તાના ચક્કરમાં ન પડો, આમ કરવાથી તમને પાછળથી મોટું નુકસાન થઈ શકે છે.

લોકલ એસેસરીઝ ન લગાવો

CNG કારમાં લોકલ જગ્યાએથી એસેસરીઝન બિલકુલ ન લાગાવો, કારણ કે આ વાયરિંગનો મામલો છે અને જો ભૂલથી પણ કોઈ કમી રહી ગઈ તો ભવિષ્યમાં તે ખતરનાક સાબિત થઈ શકે છે. 


 

    follow whatsapp