Holika Dahan 2024: ધાર્મિક માન્યતાઓ અનુસાર હોલિકા દહનની રાત્રે અનેક ઉપાયો કરવામાં આવે છે. વર્ષ 2024માં હોલિકા દહન 24 માર્ચ રવિવારના રોજ કરવામાં આવશે. જ્યોતિષ શાસ્ત્રમાં હોલિકા દહનની રાતના કેટલાક ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. તંત્ર-મંત્ર અને બ્લેકમેજિકની દૃષ્ટિએ હોલિકા દહનની રાતને ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. તો આજે આ સમાચારમાં જાણીશું કે હોલિકા દહનની રાત્રે કયા કયા ઉપાય કરવા જોઈએ જેથી કરિયર, બિઝનેસની સાથે ધન-દોલતમાં પણ વધારો થઈ શકે.
ADVERTISEMENT
બિઝનેસમાં વૃદ્ધિ માટે
જ્યોતિષઓ અનુસાર, જો તમારા બિઝનેસમાં પ્રગતિ નથી થઈ રહી અથવા પ્રમોશન અટકી ગયું છે, તો તમારે હોલિકા દહનની રાત્રે શિવલિંગને 21 ગોમતી ચક્ર અર્પણ કરવા જોઈએ. માન્યતા છે કે આ ઉપાયો કરવાથી નોકરી-ધંધો અને વેપારમાં ઘણી પ્રગતિ થાય છે. આ સિવાય ધન લાભ પણ થાય છે. તો તમે હોલિકા દહનની રાત્રે આ ઉપાયો કરી શકો છો.
ખરાબ નજરથી બચવા માટે
વૈદિક જ્યોતિષ અનુસાર, હોલિકા દહનનો દિવસ ખરાબ નજરથી બચવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઘરના સભ્યો પ્રમાણે કાળી અડદના 7-7 દાણા ગણીને લો. જે બાદ આ અડદના દાણાને ઘરના સભ્યોના માથા પરથી ફરેવીને નજર ઉતારો. ત્યારબાદ અડદના દાણાને હોલિકાની ધગધગતી આગમાં ફેંકી દો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ખરાબ નજરથી મુક્તિ મળે છે.
મનોકામના પૂર્ણ કરવા માટે
ધાર્મિક માન્યતાઓ અનુસાર, હોલિકા દહનના દિવસે 7 પાનના પત્તા લો, પછી હોળિકા દહન થયા બાદ તે પાન સાથે 7 વાર પરિક્રમા
ફરો. જે બાદ પરિક્રમા કરતી વખતે 1-1 પાનને અગ્નિમાં અર્પિત કરો. આમ હોલિકા દહનની અગ્નિમાં 7 વાર પરિક્રમમા ફરતા 7 પાનના પત્તાને હોલિકાની આગમાં અર્પિત કરો. માન્યતા છે કે આમ કરવાથી તમારી તમામ મનોકામના પૂર્ણ થાય છે. સાથે જ જીવનમાં સુખ-શાંતિ અને સંપન્નતા બની રહેશે.
નોંધ- અહીં આપવામાં આવેલી જાણકારી જ્યોતિષ માન્યતાઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.
ADVERTISEMENT