Akshaya Tritiya Upay: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ અક્ષય તૃતીયાનો પર્વ મનાવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા વિધિ-વિધાનથી કરવામાં આવે છે. હિન્દુ પંચાગ અનુસાર, આ વર્ષે અક્ષય તૃતીયા 10 મે 2024ને શનિવારે છે. આ દિવસે જે લોકો સાચા મનથી માં લક્ષ્મીજીની પૂજા કરે છે, તેમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
ADVERTISEMENT
જ્યોતિષ શાસ્ત્રમાં અક્ષય તૃતીયાના દિવસે ઘરે બરકત અને માં લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટેના ઉપાયો જણાવવામાં આવ્યા છે. તો આજે આ લેખમાં જાણીશું કે કયા-કયા ઉપાયોથી માં લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુંને પ્રસન્ન કરી શકાય છે.
અક્ષય તૃતીયાના દિવસે કરો આ ઉપાય
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, અક્ષય તૃતીયાના દિવસે વૃક્ષારોપણ કરવું ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે પીપળ, કેરી, આમળા વગેરે વૃક્ષો લગાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જે લોકો અક્ષય તૃતીયાના દિવસે વૃક્ષારોપણ કરે છે તેમના પર માં લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. સાથે જ ઘરમાં બરકતની સાથે ધન-દૌલતમાં વૃદ્ધિ થાય છે.
આર્થિક તંગી દૂર કરવાના ઉપાય
જ્યોતિષના મતે જો તમે આર્થિક તંગીથી પરેશાન છો કે પૈસા ખર્ચ થઈ જાય છે. આવી સ્થિતિમાં અક્ષય તૃતીયા તમારા માટે ખૂબ જ શુભ છે. અક્ષય તૃતીયાના દિવસે કળશમાં જળ ભરીને દાન કરો. જળથી ભરેલા કળશનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો આ દિવસે જળથી ભરેલા કળશનું દાન કરે છે તેમના પર માં લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન થાય છે. સાથે જ માં લક્ષ્મીજી તમારી આર્થિક તંગીની સમસ્યા દૂર કરે છે.
ઘરે થશે પૈસાનું આગમન
જ્યોતિષીઓ અનુસાર, અક્ષય તૃતીયાના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર કેરી અથવા અશોકના પાનનું તોરણ લગાવો. સાથે જ માં લક્ષ્મીના વૈદિક મંત્રોનો જાપ કરો. એવું માનવામાં આવે છે કે આવા ઉપાય કરવાથી ઘરમાં કોઈ આર્થિક સમસ્યા રહેતી નથી. સાથે જ ઘરમાં અચાનક ધન આવવા લાગે છે.
નોંધઃ અહીં આપવામાં આવેલી જાણકારી જ્યોતિષીય અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.
ADVERTISEMENT