Ayodhya Ram Mandir : ગોવર્ધન મઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતી ફરી એકવાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. રામ મંદિર અને અયોધ્યામાં આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ પીએમ મોદી અને સીએમ યોગી પર નારાજગી વ્યક્ત કરી છે. સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ રામ મંદિર પર કહ્યું કે, શાસ્ત્રો અને વિધિઓ અનુસાર મૂર્તિની પ્રતિષ્ઠા થવી જોઈએ. આ સાથે તેમણે કહ્યું કે જો વિધિ મુજબ પ્રતિષ્ઠા કરવામાં આવશે તો જ ભગવાન મૂર્તિમાં પ્રવેશ કરશે નહિંતર, મૂર્તિમાં ભૂત-પિચાશનો વાસ થઈ શકે છે. શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે, જો શાસ્ત્રો અનુસાર તેને પવિત્ર કરવામાં નહીં આવે તો તે હલચલ મચી શકે છે.
ADVERTISEMENT
રામની પ્રતિમા પર બોલ્યા શંકરાચાર્ય
જગન્નાથ પુરી મઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ કહ્યું કે, ભગવાન રામ પૂજનીય છે અને રામજીને બિનસાંપ્રદાયિક માનીને તેમનું સન્માન ન કરવું જોઈએ. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે આ આંબેડકરની પ્રતિમાનો અભિષેક નથી, રામને સનાતની લોકોનો અવતાર માનીને તેમને પવિત્ર કરવા જોઈએ.તેમણે પીએમ મોદી અને સીએમ યોગી પર પણ પ્રહાર કરતા કહ્યું કે મોદી અને યોગી પ્રતિમા સાથે ગડબડ ન કરો. શંકરાચાર્યે સવાલ કર્યો કે શું આ વડાપ્રધાન અને મુખ્યમંત્રીની જવાબદારી છે. શું તે આપણને પડકારવા વડાપ્રધાન અને મુખ્યમંત્રી બન્યા છે? શંકરાચાર્યએ કહ્યું કે મારી સાથે 33 કરોડ દેવી-દેવતાઓ છે, હું એકલો નથી.
હું અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જઈશ નહીં : શંકરાચાર્ય
તમને જણાવી દઈએ કે હાલમાં જ શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતીએ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને કહ્યું હતું કે તેઓ કાર્યક્રમમાં નહીં જાય.જે પછી ન જવાનું કારણ આપતાં તેમણે કહ્યું હતું કે જો મોદી મૂર્તિને સ્પર્શ કરશે અને હું તાળીઓ પાડીને જયજયકાર કરવા જઉ. મારા પદની એક અલગ જ ગરિમા છે અને એ ગરિમાને ધ્યાનમાં રાખીને હું અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જઈશ નહીં.
ADVERTISEMENT