સાઉથના સુપરસ્ટાર અને DMDK નેતા વિજયકાંતનું નિધન, હોસ્પિટલમાં કોરોનાની ચાલી રહી હતી સારવાર

Actor Vijayakanth Passes Away: અભિનેતા-રાજકારણી અને DMDK પ્રમુખ કેપ્ટન વિજયકાંતનું નિધન થયું છે. પાર્ટીના જણાવ્યા અનુસાર, તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને શ્વાસ લેવામાં…

gujarattak
follow google news

Actor Vijayakanth Passes Away: અભિનેતા-રાજકારણી અને DMDK પ્રમુખ કેપ્ટન વિજયકાંતનું નિધન થયું છે. પાર્ટીના જણાવ્યા અનુસાર, તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. મંગળવારે, ડીએમડીકેએ કહ્યું હતું કે, તેમને રેગ્યુલર મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાર્ટીએ કહ્યું હતું કે, વિજયકાંત “તંદુરસ્ત” છે અને ચેકઅપ બાદ ઘરે પરત ફરશે. જોકે, બાદમાં પાર્ટીએ કહ્યું હતું કે તેમનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોવાથી વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.

હોસ્પિટલે જાહેર કર્યું મેડિકલ બુલેટિન

જે MIOT હોસ્પિટલમાં વિજયકાંત દાખલ હતા, તે હોસ્પિટલે મેડિકલ બુલેટિન જાહેર કરીને કહ્યું કે, ‘ન્યુમોનિયાને કારણે દાખલ થયા બાદ કેપ્ટન વિજયકાંત વેન્ટિલેટર સપોર્ટ પર હતા. 28 ડિસેમ્બર 2023ના રોજ સવારે તેમનું અવસાન થયું છે.’

154 ફિલ્મોમાં કરી ચૂક્યા છે કામ

ડીએમડીકેના પ્રમુખને 20 નવેમ્બરે પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આ મહિને તેઓ હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા હતા. વિજયકાંતની હોસ્પિટલમાં શ્વાસની બીમારીની સારવાર ચાલી રહી હતી. વિજયકાંતની ફિલ્મી સફર શાનદાર રહી છે અને તેમણે ઘણી હિટ ફિલ્મો આપી છે અને તેઓ 154 ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. ફિલ્મો પછી તેઓ રાજકારણમાં જોડાયા. તેમણે DMDKની સ્થાપના કરી અને વિરુધાચલમ અને ઋષિવંદ્યમ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા બે વખત વિધાનસભાના સભ્ય તરીકે કામ કર્યું.

વિપક્ષના નેતા પણ રહ્યા

તેમનું રાજકીય કરિયર ત્યારે ચરમસીમા પર હતું, જ્યારે તેઓ 2011થી 2016 સુધી તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષના નેતા બન્યા હતા. તાજેતરના વર્ષોમાં, વિજયકાંતની તબિયત ચિંતાનો વિષય રહી છે, જેના કારણે તેઓને સક્રિય રાજકીય ભાગીદારીમાંથી પાછળ હટી જવું પડ્યું હતું.

    follow whatsapp