આદિવાસી યુવક પર પેશાબ કરનાર આરોપીઓ પર કાર્યવાહી, ઘર પર બુલડોઝર ફરી વળ્યું

મધ્યપ્રદેશ:  પેશાબ કાંડના આરોપી પ્રવેશ શુક્લાના ઘરે બુલડોઝરની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. વીડિયો સામે આવ્યા બાદ બુધવારે…

gujarattak
follow google news

મધ્યપ્રદેશ:  પેશાબ કાંડના આરોપી પ્રવેશ શુક્લાના ઘરે બુલડોઝરની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. વીડિયો સામે આવ્યા બાદ બુધવારે આરોપી પ્રવેશ શુક્લાની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા પણ આ મુદ્દે રાજકારણ શરૂ થઈ ગયું હતું. આ પછી, સીએમ શિવરાજ સિંહ ચૌહાણે પોતે પ્રવેશ પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (NSA) લાગુ કરવાની જાહેરાત કરી હતી.

મધ્યપ્રદેશના સિધી જિલ્લામાંથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવક અન્ય યુવક પર પેશાબ કરતો જોવા મળ્યો હતો. બાદમાં માહિતી સામે આવી હતી કે પેશાબ કરનાર યુવક ભાજપનો નેતા છે. પેશાબ કરનાર યુવક ભાજપના ધારાસભ્ય કેદાર શુક્લાના પ્રતિનિધિ પ્રવેશ શુક્લા હોવાનું કહેવાય છે. જો કે, ભાજપના ધારાસભ્યએ પોતે પ્રવેશથી દૂરી લીધી હતી. કેદાર શુક્લાએ કહ્યું કે પ્રવેશ તેમનો પ્રતિનિધિ નથી.

નોંધાઈ હતી ફરિયાદ
લગભગ એક અઠવાડિયા પહેલા આ વીડિયો સામે આવ્યા બાદ કેસ નોંધવામાં આવ્યો હતો. NSAની કલમ 294, 506 ભારતીય દંડ સંહિતા, 71 SC ST એક્ટ હેઠળ પણ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પીડિતનું એફિડેવિટ
આ મામલે સતત નવા પાસાઓ સામે આવી રહ્યા છે. વિપક્ષના વિરોધ વચ્ચે પીડિતા દશમત રાવતનું સોગંદનામું પણ સામે આવ્યું છે, જેમાં પીડિતે કહ્યું છે કે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો ખોટો અને નકલી છે. પ્રવેશ શુક્લાએ તેની સાથે આવું કોઈ કૃત્ય કર્યું નથી. આ સોગંદનામામાં પીડિતે કહ્યું છે કે, આદર્શ શુક્લા અને તેના અન્ય સાથીઓએ તેના પર પોલીસ રિપોર્ટ નોંધાવવા માટે દબાણ કર્યું હતું. તેના બદલામાં પૈસા આપવાનું કહ્યું હતું. આ એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે આ ફેક વીડિયો પ્રવેશ શુક્લાની ઈમેજને ખરાબ કરવા માટે બનાવવામાં આવ્યો હતો.

પ્રવેશ શુક્લાના પિતાએ કહ્યું- પુત્રની હત્યાની આશંકા
પ્રવેશ શુક્લાના પિતાએ કહ્યું કે મને શંકા છે કે આ લોકોએ મળીને મારા પુત્રની હત્યા ના કરી નાખી હોય. અમે તેના ગુમ થવાનો રિપોર્ટ 1 જુલાઈએ નોંધાવ્યો છે. અમે વહીવટીતંત્રને વિનંતી કરીએ છીએ કે અમારી સાથે ન્યાય કરો. મારો દીકરો ચાર-પાંચ વર્ષથી ભાજપના ધારાસભ્યનો પ્રતિનિધિ છે. તેથી તે રાજકારણનો શિકાર બની રહ્યો છે.

ગુજરાતમાં પડ્યા પડઘા
આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે,  મધ્યપ્રદેશમાં ભાજપના એક નેતાએ આદિવાસી શખ્સ પર પેશાબ કરી જે હિન કૃત્ય કર્યું છે. આખા માનવ સમાજને કલંક લગાડે તેવુ કૃત્ય કર્યું છે. સત્તાના અહંકારમાં માનવતા ભૂલી ગયા છે. ગુજરાતમાં પણ લોકોનો આ વીડિયો જોઈએને ખુબ રોષ છે,ખાસ આદિવાસી સમાજમાં આ ઘટનાને લઈને ખુબ રોષ છે. કઈ હદે માનવતા મરી પરવારી છે આમ આદમી પાર્ટી માગ કરે છે કે માત્ર ધરપકડ કરી પાંચ દિવસમાં ભુલી જાય અને ફરી પોલીટિકલ પાવર વાપરી છુટી જાય એમ નહીં પણ કડકમાં કડક અને દાખલારુપ સજા થાય એવુ થવુ જોઈએ. કોઈપણ વ્યક્તિ એ પછી ભાજપનો નેતા હોય કે કોઈપણ હોય અંહકારમાં આવુ હીન કૃત્ય ન કરે તેવી કાર્યવાહી આ શખ્સ પર કરવા માગ છે. આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તા પણ કલેક્ટર ઓફિસોમાં આવેદન પત્રો આપી હિનવૃતિ વાળા શખ્સો સામે કાર્યવાહી કરવા માગ કરશે. અને આવા કોઈ વ્યક્તિને ક્યારેય કોઈ સાથ ન આપે બચાવે નહીં એ પણ જોવુ એટલુ જ જરુરી છે.

    follow whatsapp