નવી દિલ્હી: કેડબરી બોર્નવિડા વિશે લગભગ સૌ કોઈ જાણે છે. દૂધમાં મિક્સ કરીને પિવાતું આ હેલ્થ ડ્રિક તમને ઘરે ઘરે જોવા મળશે. તેના ચાહકો માત્ર બાળકો જ નહીં પરંતુ મોટા લોકો પણ છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી એક વિવાદ ચાલી રહ્યો છે. એક યુવકે સોશિયલ મીડિયા પર લગભગ 1 મિનિટનો વીડિયો પોસ્ટ કર્યો છે. તેના પર હંગામો મચતા કંપની સવાલોના ઘેરમાં આવી ગઈ. લોકો ભડક્યા અને બોર્નવિટાને બોયકોટ કરવાની માંગ ઉઠી. મામલો એટલો વધી ગયો કે કંપનીએ યુવકને લીગલ નોટિસ મોકલી દીધી. જે બાદ તેણે પોતાની પોસ્ટ હટાવી લેવી પડી.
ADVERTISEMENT
વીડિયોમાં શું છે?
સોશિયલ મીડિયા પર ઈન્ફ્લુઅન્સર રેવંત હિમતસિંગકાએ એક વીડિયો શેર કરીને બોર્નવિટાની મીઠાશ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, બોર્નવિટામાં મોટા પ્રમાણમાં ખાંડ છે. કોકો સોલિડ્સ અને કેન્સરનું કારણ બને તેવા રંગો ધરાવે છે. જે બાળકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે. રેવંત ન્યુટ્રિશનિસ્ટ અને હેલ્થ કોચ પણ છે.
કંપનીએ લીધા પગલાં
રેવંત હિમતસિંગકાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર તેની ભારે ચર્ચા થઈ હતી. આનું કારણ એ છે કે બોર્નવિટાનું વેચાણ બાળકો માટે આરોગ્યપ્રદ પીણા તરીકે કરવામાં આવે છે. લોકો કંપની પર સવાલો ઉઠાવવા લાગ્યા. બોર્નવિટા વિશે વિવિધ વાતો થવા લાગી. જે બાદ કંપનીએ રેવંત વિરુદ્ધ લીગલ નોટિસ જારી કરી હતી. આ પછી તેણે વીડિયો ડિલીટ કરી દીધો. પરંતુ ત્યાં સુધીમાં તેને 12 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે અને તે હજુ પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો અભિનેતા અને રાજકારણી પરેશ રાવલ અને પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદે પણ શેર કર્યો હતો.
https://twitter.com/WokePandemic/status/1648273601785913345?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1648273601785913345%7Ctwgr%5E5665b5540a106f917b3b764a27f91a02618ce6df%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.aajtak.in%2Ftrending%2Fstory%2Fbournvita-controversy-revant-himatsingka-trending-twitter-sugar-content-know-whole-matter-tstsh-1677958-2023-04-19
વિવાદ વધ્યો, રેવંતે આપ્યો જવાબ
કંપનીએ લીગલ નોટિસ મોકલ્યા પછી પણ મામલો અટક્યો નથી. પોસ્ટ હટાવ્યા પછી પણ લોકો સોશિયલ મીડિયા પર હંગામો મચાવતા રહ્યા છે. તેમણે કહ્યું કે આવું કરીને કંપની લોકોના અવાજને દબાવી રહી છે. લીગલ નોટિસ મળ્યા બાદ, રેવંતે તેના ઈન્સ્ટાગ્રામ પર એક નિવેદન આપ્યું હતું, જેમાં લખ્યું હતું કે, ’13 એપ્રિલ, 2023ના રોજ ભારતની સૌથી મોટી લો ફર્મ્સમાંથી એક તરફથી લીગલ નોટિસ મળ્યા બાદ, મેં તમામ પ્લેટફોર્મ પરથી વીડિયો હટાવવાનો નિર્ણય કર્યો છે.
વીડિયો બનાવવા બદલ હું કેડબરીની માફી માંગુ છું. મારો કોઈપણ ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કરવાનો કે કોઈ કંપનીને બદનામ કરવાનો ઈરાદો નહોતો અને મારી પાસે કાનૂની બાબતને આગળ ધપાવવા માટે રસ કે સંસાધનો નથી. હું બહુરાષ્ટ્રીય કંપનીઓને વિનંતી કરું છું કે તેને કાયદાકીય રીતે આગળ ન વધારે.
કંપનીએ શું કહ્યું?
કંપનીએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે આ દાવાઓ ‘અવૈજ્ઞાનિક’ છે અને તેણે (રેવંત) તથ્યોને તોડી-મરોડીને રજૂ કર્યા છે અને ખોટા અને નકારાત્મક અનુમાન કર્યા છે’. કંપનીએ કહ્યું કે તે 7 દાયકાથી વધુ સમયથી ભારતીય ગ્રાહકોનો પ્રેમ મેળી રહ્યો છે. બોર્નવિટામાં વિટામિન A,C, D, આયર્ન, ઝિંક, કોપર અને સેલેનિયમ પોષક તત્વો હોય છે, તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, બોર્નવિટાની રચનાને વધુ સારી રીતે “સ્વાદ અને આરોગ્ય” પ્રદાન કરવા માટે પોષણશાસ્ત્રીઓ અને ખાદ્ય વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા વૈજ્ઞાનિક રીતે ડિઝાઇન કરવામાં આવી છે.
કંપનીએ કહ્યું, ‘અમારા તમામ દાવાઓ ચકાસાયેલ અને પારદર્શક છે અને તમામ ઘટકોને નિયમનકારી મંજૂરી મળી છે. ગ્રાહકોને પોષણ વિશે માહિતગાર કરવા માટે પેક પર તમામ જરૂરી પોષક માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કંપનીએ જણાવ્યું હતું કે વિડિયોએ “બોર્નવિટા જેવી બ્રાન્ડ પર ગ્રાહકો દ્વારા મૂકેલા વિશ્વાસ અંગે ચિંતા અને પ્રશ્નો” ઉભા કર્યા છે. આ કાનૂની નોટિસ પાછળના કારણ તરીકે દર્શાવવામાં આવ્યું છે.
કેડબરીની માલિક કંપની મોન્ડેલેઝ ઇન્ડિયાએ જણાવ્યું કે, 20 ગ્રામ બોર્નવિટામાં 7.5 ગ્રામ ખાંડ હોય છે, જે લગભગ 1.5 ચમચી છે. બાળકો માટે ખાંડની દૈનિક મર્યાદા કરતાં આ ઘણું ઓછું છે. કારમેલ કલરેન્ટ (150C) પર, કંપનીએ કહ્યું કે તે ‘નિયમો દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકા અનુસાર મર્યાદાની અંદર’ છે. તેમણે કહ્યું, ‘તમામ ઘટકો સલામત છે, ઉપયોગ માટે માન્ય છે અને નિયમનકારી માર્ગદર્શિકા અનુસાર મર્યાદામાં છે.’
કેટલી ખાંડ લેવી યોગ્ય છે?
નેશનલ હેલ્થ સર્વિસ મુજબ, પુખ્ત વ્યક્તિએ 30 ગ્રામથી વધુ ખાંડ ન લેવી જોઈએ, 7-10 વર્ષના બાળકોએ 24 ગ્રામથી વધુ અને 4-6 વર્ષના બાળકોએ 19 ગ્રામથી વધુ ખાંડ ન ખાવી જોઈએ. આ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તે જ સમયે, યુએસમાં 2020-2025ના આહાર માર્ગદર્શિકામાં, 2 વર્ષ અને તેથી વધુ ઉંમરના અમેરિકન લોકોની કુલ કેલરીના 10 ટકાથી ઓછી ખાંડની મર્યાદા નક્કી કરવામાં આવી છે. અમેરિકન હાર્ટ એસોસિએશન (AHA) માર્ગદર્શિકા સૂચવે છે કે મોટાભાગના પુરુષોએ દરરોજ 38 ગ્રામ અથવા 9 ચમચી ખાંડ કરતાં વધુનું સેવન ન કરવું જોઈએ. બીજી તરફ, મહિલાઓએ 25 ગ્રામ એટલે કે 6 ચમચીથી વધુ અને 2-18 વર્ષના બાળકોએ 25 ગ્રામથી વધુ એટલે કે 6 ચમચી ખાંડનું સેવન ન કરવું જોઈએ.
ADVERTISEMENT