નવી દિલ્હી : ભારતમાં ડાયબિટીઝ એક સ્વાસ્થય સમસ્યા બની ચુકી છે. આ દરમિયાન શરીરમાંબ્લડ શુગરનુ લેવલ ખુબ જ વધી જાય છે. જો શરૂઆતી તબક્કામાં તેની સારવાર ન કરવામાં આવે તો પ્રભાવિત વ્યક્તિને હૃદય સંબંધિત બીમારી પણ થઇ શકે છે. આ ઉપરાંત વધેલું શુગર લેવલ પણ આપણી નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડે છે. હાથ અને પગની આંગળીઓમાં ખાલી ચડી ગાય છે. કિડની, આંખો, રક્ત પ્રભાવ પર ખરાબ અસર થાય છે. ડાયાબિટીજને જડથી ખતમ કરવામાં આવી શકે છે, પરંતુ કેટલાક ઉપાયો દ્વારા તેને કંટ્રોલ કરવામાં આવી શકે છે.
ADVERTISEMENT
ડાયાબિટીસ અંગે થયેલા અભ્યાસક્રમમાં સામે આવ્યું તારણ
હાલમાં જ થયેલા ડાયાબિટીઝ અંગેના એક અભ્યાસમાં સામે આવ્યું કે, ભોજનની 2-5 મિનિટ સુધી ટહેલવાથી બ્લડ શુગરમાં ઘટાડો થાય છે. પહેલા થયેલા અનેક સંશોધનોમાં તે બાબત સામે આવી છે કે, ભોજન બાદ ચાલવાથી પાચન અને માનસિક સ્વાસ્થયમાં સુધારો આવે છે. ભોજન બાદ 15 મિનિટ ટહેલીને બ્લડ શુગર લેવલને ઘટાડી શકાય છે. જેમાં ટાઇપ 2 ડાયાબિટીજ જેવી સમસ્યાથી બચી શકાય છે. જો કે હવે માહિતી મળી છે કે, ભોજન બાદ થોડા અંતર સુધી ચાલવાથી ડાયાબિટીસમાં પણ ખુબ જ ફાયદો થાય છે.
ભોજન બાદ ચાલવાથી મગજ ઉપરાંત બ્લડશુગર લેવલને પણ કંટ્રોલ કરે છે
સંશોધકોએ હાલમાં જ સાત અભ્યાસોના નિષ્કર્ષની તપાસ કરી જેમાં ઇન્સ્યુલિન અને બ્લડ શુગરના સ્તર સહિત હૃદયના સ્વાસ્થય પર ઉભા રહેવા અને બેસવા તથા ચાલવાના પ્રભાવો અંગે તુલના કરી. જે નિષ્કર્ષ સામે આવ્યો, તેને મેટા-વિશ્લેષણમાં જોડવામાં આવ્યું અને હાલમાં જ જર્નલ સ્પોર્ટસ મેડિસીનમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT