‘ધૂમ’ ફિલ્મના ડાયરેક્ટર સંજય ગઢવીનું નિધન, મોર્નિંગ વોક દરમિયાન છાતીમાં દુખાવો અને થયું મૃત્યુ

Sanjay Gadhvi Passed Away: સિનેમા જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ ડાયરેક્ટર સંજય ગઢવીએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. ‘ધૂમ’ અને ‘ધૂમ…

gujarattak
follow google news
Sanjay Gadhvi Passed Away: સિનેમા જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ ડાયરેક્ટર સંજય ગઢવીએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. ‘ધૂમ’ અને ‘ધૂમ 2’ જેવી સેક્સેસફુલ ફિલ્મોથી સંજય ગઢવીએ દર્શકોના દિલ જીતી લીધા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે મોર્નિંગ વોક દરમિયાન તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો અને  હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. 57 વર્ષીય સંજય ગઢવીના નિધનથી સિનેમમાં જગતમાં શોકનો માહોલ છવાયો છે.

સવારે 10 વાગ્યે અંતિમ શ્વાસ લીધા

સંજય ગઢવીના આકસ્મિક અવસાનથી સૌ કોઈ આઘાતમાં છે અને સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. NBTના એક રિપોર્ટ અનુસાર, સંજય ગઢવીએ 19 નવેમ્બરે સવારે લગભગ 10 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંજય ગઢવી મોર્નિંગ વોક માટે ગયા હતા, જ્યારે તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપાડ્યો. જે બાદ તેમને કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

આજે સાંજે કરાશે અંતિમ સંસ્કાર

રિપોર્ટ અનુસાર, સંજય ગઢવીના પાર્થિવ દેહ હાલમાં કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં છે અને સંજય ગઢવીના અંતિમ સંસ્કાર આજે મોડી સાંજે કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા સંજય ગઢવીએ શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદના વિવાદ પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. સંજય ગઢવીની ફિલ્મોની યાદીમાં ધૂમ, ધૂમ 2, મેરે યાર કી શાદી હૈ, તેરે લિયે, કિડનેપ, અજબ ગજબ લવ અને ઓપરેશન પરિન્દેનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે સંજય ગઢવી મુંબઈના લોખંડવાલા અંધેરી વેસ્ટની એ જ ગ્રીન એકર સોસાયટીમાં રહે છે જ્યાં શ્રી દેવી રહેતા હતા.
    follow whatsapp